Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નેટફ્લિક્સ પર પ્રથમ ૧૦ અઠવાડિયાંમાં સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ બની ધુરંધર

નેટફ્લિક્સ પર પ્રથમ ૧૦ અઠવાડિયાંમાં સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ બની ધુરંધર

Published : 24 April, 2026 08:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને આટલા સમયગાળામાં લગભગ ૩.૧૧ કરોડ વ્યુઝ મળ્યા છે

`ધુરંધર`નો સીન

`ધુરંધર`નો સીન


એક તરફ સિનેમાઘરોમાં રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’ કમાણીના તમામ રેકૉર્ડ તોડી રહી છે તો બીજી તરફ એનો પહેલો ભાગ ‘ધુરંધર’ OTT પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ પર પોતાનો દબદબો જમાવવામાં સફળ રહ્યો છે. આ ફિલ્મ ૩૦ જાન્યુઆરીએ OTT પર રિલીઝ થઈ હતી અને ત્યારથી એણે સતત ટૉપ ૧૦ ફિલ્મોની યાદીમાં પોતાની જગ્યા બનાવી રાખી છે. હવે આ ફિલ્મે એસ.એસ. રાજામૌલીની ગ્લોબલ હિટ ‘RRR’નો મોટો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે.

‘ધુરંધર’ (હિન્દી) હવે ગ્લોબલ સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ પર પ્રથમ ૧૦ અઠવાડિયાંમાં સૌથી વધુ જોવાયેલી ભારતીય ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને શરૂઆતનાં ૧૦ અઠવાડિયાંમાં ૩૧.૧ મિલ્યન એટલે કે લગભગ ૩.૧૧ કરોડ વ્યુઝ મળ્યા છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે રામ ચરણ તેજા અને જુનિયર એનટીઆરની બ્લૉકબસ્ટર ‘RRR’ (હિન્દી વર્ઝન)ને બીજા ક્રમે ધકેલી દીધી છે, જેને ૧૦ અઠવાડિયાંમાં લગભગ ૩ કરોડ વ્યુઝ મળ્યા હતા. વ્યુઝની દૃષ્ટિએ હવે ત્રીજા ક્રમે રણબીર કપૂરની ફિલ્મ ‘ઍનિમલ’ છે જેને ૨.૮૫ કરોડ વ્યુઝ મળ્યા હતા, જ્યારે ચોથા ક્રમે શાહરુખ ખાનની ‘જવાન’ છે જેને ૨.૬૨ કરોડ વ્યુઝ મળ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2026 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK