સોશ્યલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો જોઈને ફૅન્સ આવી ચર્ચા કરી રહ્યા છે
દીપિકા પાદુકોણ
હાલમાં દીપિકા પાદુકોણે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં તે થોડી વધારે હેલ્ધી લાગે છે જેના કારણે તેના ફૅન્સમાં એવી ચર્ચા છે કે દીપિકા કદાચ ફરીથી મમ્મી બનવાની છે અને તેમણે આ વિશે કમેન્ટ્સ પણ કરી છે. જોકે દીપિકાએ આ કમેન્ટ્સનો કોઈ જવાબ નથી આપ્યો. દીપિકાએ ૨૦૧૮માં રણવીર સિંહ સાથે લગ્ન કર્યાં હતાં અને ૨૦૨૪ની ૮ સપ્ટેમ્બરે દીકરી દુઆ પાદુકોણ સિંહને જન્મ આપ્યો હતો.


