હસબન્ડ પર નજર નાખવાનું કારણ એ છે કે તે ખૂબ હૅન્ડસમ છે
ફાઇલ તસવીર
દીપિકા પાદુકોણ તેના હસબન્ડ રણવીર સિંહ પર સતત નજર નાખે છે. આ વાત દીપિકાએ જણાવી છે. હસબન્ડ પર નજર નાખવાનું કારણ એ છે કે તે ખૂબ હૅન્ડસમ છે. થોડા સમય પહેલાં આ બન્નેના ડિવૉર્સની અફવા ઊડી હતી. દીપિકા અને રણવીર સપ્ટેમ્બરમાં પેરન્ટ્સ બનવાનાં છે. આ બન્ને સોશ્યલ મીડિયામાં એકમેક પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. હવે દીપિકાએ એક નાનકડી રીલ શૅર કરી છે જેમાં એક નાનકડું પપી વારંવાર કોઈને જુએ છે. એ રીલને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી, ‘હું આવી રીતે મારા હસબન્ડ પર દર પાંચ સેકન્ડે નજર નાખું છું, કારણ કે તે સૌથી ક્યુટ અને અતિશય હૅન્ડસમ પુરુષ છે.’

