° °

આજનું ઇ-પેપર
Saturday, 25 March, 2023


અત્યારનું મ્યુઝિક સાંભળવા લાયક નથી લાગતું : કુમાર સાનુ

18 March, 2023 01:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમનું એવું પણ કહેવું છે કે અગાઉ ગીતના રેકૉર્ડિંગ વખતે કોઈ દખલગીરી કરતું નહોતું

કુમાર સાનુ

કુમાર સાનુ

કુમાર સાનુને લાગે છે કે વર્તમાનમાં જે હિન્દી મ્યુઝિક બને છે એ સાંભળવા યોગ્ય નથી. તેમનું એવું પણ કહેવું છે કે અગાઉ ગીતના રેકૉર્ડિંગ વખતે કોઈ દખલગીરી કરતું નહોતું. ૯૦ના દાયકામાં કુમાર સાનુએ અનેક ફિલ્મોનાં ગીતો ગાઈને એને યાદગાર બનાવી દીધાં છે. હાલમાં બનતા હિન્દી મ્યુઝિકની નિંદા કરતાં કુમાર સાનુએ કહ્યું કે ‘હું લતાજીના, કિશોરકુમારનાં અને મોહમ્મદ રફીનાં જૂનાં ગીતો સાંભળું છું. સાથે જ હું કેટલાંક ઇંગ્લિશ સૉન્ગ્સ પણ સાંભળું છું. જોકે આજનું હિન્દી મ્યુઝિક નથી સાંભળતો. એ સાંભળવાને યોગ્ય નથી. એથી હું એ સાંભળતો પણ નથી અને એ વિશે વધુ જાણતો પણ નથી.’

હાલમાં ગીતો બનાવતી વખતે અનેક લોકો દરમ્યાનગીરી કરે છે. એ વિશે કુમાર સાનુએ કહ્યું કે ‘આજે બધી બાજુએથી દખલગીરી કરવામાં આવે છે પછી એ ઍક્ટર, પ્રોડ્યુસર, ફાઇનૅન્સર અથવા તો ડિરેક્ટર પણ હોઈ શકે છે. તેઓ મ્યુઝિક કમ્પોઝરને કહે છે કે ‘તમે ગીત બનાવો, બાકીનું અમે કરી લઈશું.’ અગાઉ આવું નહોતું. આ જ કારણ છે કે અમે ઍક્ટર સાથે ચર્ચા નહોતા કરતા. કેવી રીતે ગીત ગાવાં એ વિશે પણ તેમની સાથે ચર્ચા નહોતી થતી. જો નદીમ-શ્રવણ મ્યુઝિક બનાવે છે તો એ સારું જ હશે. જો કુમાર સાનુ ગીત ગાય છે તો એ સારું જ હશે. આવા પ્રકારનો કૉન્ફિડન્સ હવે નથી દેખાતો. એક જ ગીતને ૮-૧૦ ગાયકો ગાય છે. કયું વર્ઝન રાખવામાં આવશે, કયું વર્ઝન સારું રહેશે એની તેમને પણ જાણ નથી હોતી. આવી સ્થિતિમાં તમારી જાતને એક સિંગર તરીકે ઓળખ અપાવવી મુશ્કેલ બની ગયું છે.’

18 March, 2023 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પત્રલેખા ‘ફુલે’નું શૂટિંગ એપ્રિલમાં શરૂ કરશે

‘ભારતમાં મહિલાઓના અભ્યાસ માટે સાવિત્રીબાઈ ફુલેએ ઘણું મહત્ત્વનું કામ કર્યું હતું. વિમેન એમ્પાવરમેન્ટ માટે ટેક્સબુકમાં તેમની લાઇફનો સમાવેશ કરવામાં આવ્યો છે.

25 March, 2023 06:54 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

રણવીરને ઇગ્નૉર કર્યો દીપિકાએ?

જેવા ફોટોગ્રાફર્સ પાસે પહોંચ્યાં ત્યારે રણવીરે પોતાનો હાથ દીપિકાને આપ્યો હતો. જોકે દીપિકા એને ઇગ્નૉર કરીને સાડી પકડીને આગળ જતી રહી હતી. આ વિડિયોને લઈને ઘણી કમેન્ટ કરવામાં આવી રહી છે.

25 March, 2023 06:50 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

૯૦ના દાયકામાં ડિરેક્ટર્સ સ્ક્રિપ્ટ વગર દૃશ્યોના આઇડિયા આપતા હતા : અજય દેવગન

‘૧૯૯૦ના દાયકામાં ડિરેક્ટર્સ દૃશ્ય માટે ઍક્ટર્સને સ્ક્રિપ્ટ વગર આઇડિયા આપી દેતા હતા અને એ સમયે ઍક્ટરે ઇમ્પ્રોવાઇઝ કરવું પડતું હતું. એમાં ડાયલૉગનો પણ સમાવેશ થાય છે. મેં આવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.’

25 March, 2023 05:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK