કાજોલનું કહેવું છે કે ફિલ્મમેકર મણિ રત્નમે જ્યારે તેને ફોન કર્યો હતો એને તે પ્રૅન્ક કૉલ સમજી બેઠી હતી. કાજોલ અને રાની મુખરજી ‘કૉફી વિથ કરણ’ની આઠમી સીઝનના આગામી એપિસોડમાં જોવા મળવાનાં છે.
કાજોલ દેવગન
કાજોલનું કહેવું છે કે ફિલ્મમેકર મણિ રત્નમે જ્યારે તેને ફોન કર્યો હતો એને તે પ્રૅન્ક કૉલ સમજી બેઠી હતી. કાજોલ અને રાની મુખરજી ‘કૉફી વિથ કરણ’ની આઠમી સીઝનના આગામી એપિસોડમાં જોવા મળવાનાં છે. આ દરમ્યાન કરણ જોહરે કહ્યું હતું કે ‘મને હજી પણ યાદ છે કે હું ‘કુછ કુછ હોતા હૈ’નું નરેશન શાહરુખ ખાન અને કાજોલને કરી રહ્યો હતો. અમે શાહરુખના જૂના ઘર અમ્રિત અપ્રાર્ટમેન્ટ્સમાં હતાં. ટેરેસની બાજુમાં આવેલા તેના રૂમમાં અમે બેઠાં હતાં. કાજોલ રડી રહી હતી અને શાહરુખને લાગી રહ્યું હતું કે કાજોલને કંઈ ખબર નથી પડી રહી. ફિલ્મને નરેટ કરતાં-કરતાં હું પણ રડી રહ્યો હતો. કાજોલ સાંભળીને રડી રહી હતી અને શાહરુખ વિચારી રહ્યો હતો કે અમે બન્ને પાગલ થઈ ગયાં છીએ. એ સમયે મને હજી પણ યાદ છે કે મણિ રત્નમનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે હું મણિ રત્નમ બોલી રહ્યો છું અને કાજોલે હું ટૉમ ક્રૂઝ બોલી રહી છું એમ કહીને ફોન મૂકી દીધો હતો. મણિ રત્નમે તેને ‘દિલ સે’ માટે ફોન કર્યો હતો અને તેને નહોતું લાગ્યું કે તેઓ મણિ રત્નમ હોઈ શકે. કાજોલને લાગ્યું કે એ પ્રૅન્ક કૉલ છે.’


