Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લાપતા લેડીઝની છાયા કદમે સ્વર્ગીય મમ્મીની સાડી અને નથ પહેરી ફ્રાન્સમાં

લાપતા લેડીઝની છાયા કદમે સ્વર્ગીય મમ્મીની સાડી અને નથ પહેરી ફ્રાન્સમાં

22 May, 2024 11:00 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છાયાએ ‘મડગાવ એક્સપ્રેસ’માં કંચન કોમડી અને ‘લાપતા લેડીઝ’માં મંજુમાઈનું પાત્ર ભજવ્યું હતું

છાયા કદમ

છાયા કદમ


‘લાપતા લેડીઝ’માં જોવા મળેલી છાયા કદમે ૭૭મા કાન ફિલ્મ ફેસ્ટિવલમાં સ્વર્ગીય મમ્મીની સાડી પહેરી હતી. છાયાએ ‘મડગાવ એક્સપ્રેસ’માં કંચન કોમડી અને ‘લાપતા લેડીઝ’માં મંજુમાઈનું પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ ફેસ્ટિવલમાં તેની ફિલ્મ ‘ઑલ વી ઇમૅજિન ઍઝ લાઇટ’નું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મ હિન્દી, મલયાલમ અને મરાઠીમાં બનાવવામાં આવી છે. તેનું મમ્મીને ફ્લાઇટમાં બેસાડવાનું સપનું અધૂરું રહી ગયું હતું એથી તે મમ્મીની સાડી અને નથણી ફ્રાન્સ લઈ ગઈ હતી. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને છાયાએ કૅપ્શન લખી હતી, ‘મમ્મી, તને ફ્લાઇટમાં બેસાડવાનું મારું સપનું અધૂરું રહી ગયું છે. જોકે હું તારી સાડી અને નથણી ફ્લાઇટમાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં લઈને આવી છું એની મને ખુશી છે. જોકે એમ છતાં મમ્મી, તું અહીં હોત એવી મારી ઇચ્છા હતી. આ બધું તું પણ જોઈ શકી હોત. મમ્મી, હું તને ઘણો પ્રેમ કરું છું અને મિસ કરી રહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2024 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK