Boney Kapoor Reveals:
શ્રીદેવી અને બોની કપૂરની ફાઈલ તસવીર
Boney Kapoor Reveals: બૉલિવૂડની સદાબહાર એક્ટ્રેસ શ્રીદેવીના એકાએક થયેલા નિધનથી તેમના ચાહકોને ઊંડો આઘાત લાગ્યો હતો. મૃત્યુ બાદ અલગ-અલગ કયાસ લગાડવામાં આવી રહ્યા છે, પણ હવે મૃત્યુના 5 વર્ષ પછી શ્રીદેવીના પતિ બોની કપૂરે ખરું કારણ જણાવ્યું છે, જે વાંચીને તમે પણ ચોંકી જશો.
Boney Kapoor Reveals: પોતાની પ્રતિભા અને સુંદરતાથી દરેકને દીવાના કરનારી સદાબહાર અભિનેત્રી શ્રીદેવીને એક દિવસ એકાએક કાળ ભરખી ગયો અને લોકોની આંખો ભીની થઈ. તેના ચાહકો સમજી જ ન શક્યા કે આખરે આવું કેમ થયું. વિદેશમાં મૃત્યુ થવાને કારણે એક્ટ્રેસના ચાહકો ક્યારેય મૃત્યુનું ખરું કારણ જાણી શક્યા નહીં. એવામાં અનેક કયાસ લગાડવામાં આવ્યા, પણ એક્ટ્રેસના પરિવારે આ મામલે હંમેશાં મૌન જ સેવ્યું. હવે આ અકસ્માતના પાંચ વર્ષ પછી એક્ટ્રેસના પતિ બોની કપૂરે શ્રીદેવીના મૃત્યુની હકીકત પરથી પડદો ઉઠાવ્યો છે. તેમણે મૃત્યુનું ખરું કારણ બધા સામે રજૂ કર્યું છે. આખરે શ્રીદેવી સાથે શું થયું હતું, તેમણે કેવી રીતે આ વિશ્વને સમય કરતા પહેલા અલવિદા કહી દીધું, આ વિશે જાણો અહીં...
ADVERTISEMENT
કલાકો સુધી રહેતાં હતાં ભૂખ્યાં
The New Indianને આપેલા ઈન્ટરવ્યૂમાં બોની કપૂરે શ્રીદેવીની મોતની હકીકત જણાવી છે. બોની કપૂરે શ્રીદેવીના નિધનની હકીકત વિશે ખુલાસો કરતાં સ્પષ્ટ કર્યું કે તે એક એક્સિડેન્ટલ ડેથ હતી. તેમણે કહ્યું, "તે ઘણીવાર ભૂખી રહેતી હતી, તે સારી દેખાવા માગતી હતી. તે ધ્યાન રાખતી તે હંમેશાં સારા શેપમાં રહે, જેથી તે સ્ક્રીન પર સારી દેખાય. જ્યારે તેના મારી સાથે લગ્ન થયા હતા, ત્યારથી તે કેટલીક વાર બ્લેકઆઉટ્સ થઈ જતી હતી. ડૉક્ટર એ જ કહેતા કે તેને લો બીપી છે. દુર્ભાગ્યે તેણે આને ગંભીરતાથી લીધી નહીં અને ઘટના પહેલા સુધી એવું જ લાગતું રહ્યું કે આ એટલું ગંભીર ન હોઈ શકે." બોનીએ જણાવ્યું કે જે સમયે અમે દુબઈમાં હતા ત્યારે પણ તે ડાએટ પર હતી.
બોની કપૂરનું થયું હતું લાઈ ડિટેક્ટર ટેસ્ટ
Boney Kapoor Reveals: પોતાના હાલના ઈન્ટરવ્યૂમાં બોની કપૂરે આગળ કહ્યું કે દુબઈ પોલીસે તેમની લગભગ 48 કલાક સુધી પૂછપરછ કરી, કારણકે ભારતીય મીડિયાનું ખૂબ જ દબાણ હતું. પોતાની પત્નીની હત્યાના દાવા વિશે વાત કરતા બોની કપૂરે કહ્યું તે તેમણે આ વિશે ન બોલવાનો નિર્ણય કર્યો કારણકે દુબઈમાં પહેલાથી જ તેમની તપાસ થઈ ચૂકી હતી અને તેમણે લાઈ ડિટેક્ટર ટેસ્ટનો પણ સામનો કરવો પડ્યો હતો. બોની કપૂરે આગળ કહ્યું, "મેં કહ્યું કે હું જે કહી રહ્યો છું તે સિવાય મારી પાસે કહેવા માટે કશું જ નથીય તેમને ખબર પડી કે આમાં કોઈ ગરબડી નહોતી. હું દરેક ટેસ્ટમાંતી પસાર થયો, જેમાં લાઈ ડિટેક્ટર ટેસ્ટ અને આ બધી વસ્તુઓ પણ સામેલ હતી. જે રિપૉર્ટ સામે આવી તેમાં સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું કે બાથટબમાં ડૂબવાને કારણે આકસ્મિક મૃત્યુ થયું હતું."
નાગાર્જુન સામે પણ થઈ હતી બેભાન
ફિલ્મ નિર્માતાએ કહ્યું કે નાગાર્જુને એક એવી જ ઘટના વિશે વાત કરી હતી જ્યારે એક શૂટિંગ દરમિયાન શ્રીદેવી બાથરૂમમાં બેભાન થઈ ગઈ હતી. તેમણે કહ્યું, `તે દુર્ભાગ્યપૂર્ણ હતું. બાદમાં જ્યારે તેમનું નિધન થયું હતું. નાગાર્જુન શોક વ્યક્ત કરવા ઘરે આવ્યા અને મને કહ્યું કે તેની એક ફિલ્મ દરમિયાન તે ફરીથી ક્રેશ ડાયેટ પર હતી અને આ રીતે તે બાથરૂમમાં પડી ગઈ અને તેના દાંત તૂટી ગયા.
2018માં થયું એક્ટ્રેસનું મોત
શ્રીદેવીનો વારસો આજે પણ જળવાયેલો છે. તેમની ફિલ્મો આજે પણ પડદા પર પોતાનો જાદૂ વિખેરવામાં સફળ છે. શ્રીદેવીનું 24 ફેબ્રુઆરી, 2018ના દુબઈમાં નિધન થઈ ગયું. અભિનેત્રી એક પારિવારિક લગ્નમાં સામેલ થવા માટે દુબઈ ગઈ હતી અને પોતાની હોટલ રૂમના બાથટબમાં મૃત મળી આવી. તે સમયે તના નિધનનું કારણ ડૂબી જવું એવું કહેવામાં આવ્યું હતું.


