શિખર પહારિયા સાથે જાહ્નવીનું રિલેશન કન્ફર્મ કરતાં આવું કહ્યું બોની કપૂરે
શિખર પહારિયા ,જાહ્નવી કપૂર ,બોની કપૂર
શિખર પહારિયા સાથે જાહ્નવી કપૂરના રિલેશન પર ડૅડી બોની કપૂરે મહોર લગાવી છે. તેમનું કહેવું છે કે તેઓ નસીબદાર છે કે તે તેમની ફૅમિલીમાં ભળી ગયો છે. જોકે જાહ્નવીએ એ વિશે હજી સુધી કોઈ જાહેરાત નથી કરી. આ બન્ને છાશવારે સાથે જોવા મળે છે. શિખર પહારિયા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સુશીલકુમાર શિંદેનો પૌત્ર છે. શિખરની પ્રશંસા કરતાં બોની કપૂર કહે છે, ‘હું તેને પ્રેમ કરું છું. થોડાં વર્ષો પહેલાં જ્યારે જાહ્નવીએ તેને જોયો પણ નહોતો, તેની સાથે હું ફ્રેન્ડ્લી હતો. મને પૂરી ખાતરી થઈ ગઈ હતી કે તે કદી પણ મારી દીકરીનો એક્સ નહીં બને. તે હંમેશાં અમારી પડખે ઊભો હોય છે પછી એ હું હોઉં, જાહ્નવી હોય કે પછી અર્જુન કપૂર હોય. તે બધાં સાથે ફ્રેન્ડ્લી છે. એથી હું પોતાને ભાગ્યવાન ગણું છું કે આવી વ્યક્તિ અમારી ફૅમિલીમાં આવી છે.’

