National Cinema Day 2023 આજે છે. એવામાં દરેક જણ આ દિવસને સેલિબ્રેટ કરતા જોવા મળે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ એશા દેઓલે પણ પોતાના સોશિયલ મીડિયા પર આ ખાસ દિવસ માટે એક પોસ્ટ શૅર કરી છે.
હેમા માલિની અને એશા દેઓલની ફાઈલ તસવીર
National Cinema Day 2023 આજે છે. એવામાં દરેક જણ આ દિવસને સેલિબ્રેટ કરતા જોવા મળે છે. તાજેતરમાં જ એક્ટ્રેસ એશા દેઓલે પણ પોતાના સોશિયલ મીડિયા પર આ ખાસ દિવસ માટે એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેની મમ્મી હેમા માલિની પણ જોવા મળી રહી છે. બન્નેને સાથે જોઈને ચાહકો પણ ખૂબ જ ખુશ છે.
National Cinema Day 2023: આજે એટલે કે 13 ઑક્ટોબરના રોજ નેશનલ સિનેમા ડે છે. એવામાં દરેક જગ્યાએ થિએટર્સમાં આની ધૂમ જોવા મળી રહી છે. સામાન્ય લોકોથી લઈને મોટા મોટા સેલિબ્રિટીઝ પણ થિયેટર્સમાં જઈને ફિલ્મો જોઈ રહ્યા છે. હવે એક્ટ્રેસ એશા દેઓલે પણ પોતાની મા હેમા માલિની સાથે ફિલ્મ જોઈ, જેની તસવીર તેણે સોશિયલ મીડિયા પર શૅર કરી છે.
ADVERTISEMENT
એશા દેઓલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અહીં પોતાના ફેન્સ સાથે પોતાની પર્સનલ અને પ્રૉફેશનલ લાઈફ સાથે જોડાયેલી વસ્તુઓ શૅર કરતી રહે છે. એક્ટ્રેસ ક્યારેક પિતા ધર્મેન્દ્ર, તો ક્યારેક માતા સાથેની તસવીરો શૅર કરી ચાહકોને પોતાની ઝલક બતાવતી રહે છે. તાજેતરમાં જ તેણે એક પોસ્ટ શૅર કરી.
એશા દેઓલે ફિલ્મ જોઈ
એશા દેઓલે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ તસવીરમાં તે તેની માતા `ડ્રીમ ગર્લ` હેમા માલિની સાથે નેશનલ સિનેમા દિવસની ઉજવણી કરતી જોવા મળી રહી છે. બંને અભિનેત્રીઓ થિયેટરમાં સાથે ફિલ્મ જોતી જોવા મળે છે. આ ફોટો શેર કરતી વખતે એશાએ કેપ્શનમાં લખ્યું, `એક અને એકમાત્ર `ડ્રીમ ગર્લ` હેમા માલિની સાથે રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી.
View this post on Instagram
એશા દેઓલે જે ફોટો શેર કર્યો છે તેમાં જોઈ શકાય છે, જેમાં તે અને હેમા માલિની થિયેટરમાં બેઠાં છે. એશા સેલ્ફી ક્લિક કરતી જોવા મળે છે. આ સમય દરમિયાન, તેણે ડેનિમ જેકેટ પહેર્યું છે અને હેમા માલિની પેસ્ટલ વાદળી રંગનો એથનિક સૂટ પહેરેલી જોવા મળે છે. બંને અભિનેત્રીઓની આ તસવીર ચાહકોને પણ પસંદ આવી રહી છે.
ચાહકોએ કરી કોમેન્ટ
એશા દેઓલ અને હેમા માલિનીના ફેન્સ આ ફોટા પર સતત કોમેન્ટ કરતા જોવા મળે છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું, `હેમા જી, મેં આજ સુધી તમારા જેવું પરફેક્ટ વ્યક્તિત્વ ક્યારેય જોયું નથી`. તે જ સમયે, કેટલાક લોકોએ ઇમોજી દ્વારા તેની તસવીર પર ટિપ્પણી કરીને પ્રતિક્રિયા આપી.


