ફિલ્મ `ઘુસપૈઠ` દાનિશ સિદ્દીકી જેવા ફોટો જર્નાલિસ્ટને સમર્પિત છે, જેમણે હ્રદયદ્રાવક તસવીરોના માધ્યમે વાસ્તવિકતાઓનો રિપૉર્ટ અમારા સુધી પહોંચાડવા માટે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો.
અમિત સાધ
બૉલિવૂડ (Bollywood) અને ટેલીવિઝન એક્ટર અમિત સાધ હાલ પોતાની શૉર્ટ ફિલ્મ `ઘુસપૈઠ`ને લઈને ચર્ચામાં છવાયેલા છે, જેને તાજેતરમાં જ બોસ્ટન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2023માં પ્રદર્શિત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ફિલ્મ દાનિશ સિદ્દીકી જેવા ફોટો જર્નાલિસ્ટને સમર્પિત છે, જેમણે હ્રદયદ્રાવક તસવીરોના માધ્યમે વાસ્તવિકતાઓનો રિપૉર્ટ અમારા સુધી પહોંચાડવા માટે પોતાનો જીવ જોખમમાં નાખ્યો હતો.
અમિત સાધે કહ્યું, "હું આ પ્રૉજેક્ટનો ભાગ બનીને રોમાંચિત છું. જ્યારે મિહિરે ફિલ્મ માટે મારો સંપર્ક કર્યો, ત્યારે હું તેમની તૈયારી અને ઉત્સાહ જોઈને ખુશ થયો હતો. મારું મન તેણે જીતી લીધું. આથી મેં ઘુસપૈઠ માટે હા પાડી હતી. મારા પહેલા નિર્દેશક ઉદ્યમ તરીકે, તેમણે એક ઉત્કૃષ્ટ કામ કર્યું છે."
ADVERTISEMENT
મને વિશ્વાસ છે કે તે જીવનમાં ખૂબ જ આગળ જશે, આ પ્રકારની પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનો એક ભાગ હોવું એક સન્માનનીય બાબત છે. તે કહે છે કે તસવીરો એક હજાર શબ્દો કહે છે. અમે ફિલ્મને દાનિશ સિદ્દીકી જેવા ફોટો જર્નાલિસ્ટને સમર્પિત કરી છે, જેમણે પોતાની હ્રદયદાવક તસવીરોના માધ્યમે આપણને હકિકત જણાવવા માટે પોતાનો જીવ જોખમમાં નાખ્યો છે.
દાનિશ સિદ્દીકી એક આંતરરાષ્ટ્રીય સમાચાર પોર્ટલ માટે એક ફોટો જર્નાલિસ્ટ હતા. તે નવી દિલ્હીના હતા. 2021માં દાનિશનું અફઘાનિસ્તાનમાં તાલિબાનના સત્તા પર કબજાના સમયે થયેલા સંઘર્ષના કવરેજ દરમિયાન ગોળી વાગવાથી મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો : Karnatak: મોંઘી પડી આ સરકારની ટીકા, સ્કૂલના શિક્ષક થયા સસ્પેન્ડ
વર્કફ્રન્ટની વાત કરીએ તો, અમિત પાસે `મેન`, `પુણે હાઈવે`, `દુરંગા 2` સહિત હજી કેટલાક પ્રૉજેક્ટ્સ છે, જેમાંથી કેટલાકને આ વર્ષે રિલીઝ કરવાની વાત કહેવામાં આવી રહી છે.