દેશના પ્રખ્યાત બોડી બિલ્ડર અને ભૂતપૂર્વ મિસ્ટર ઈન્ડિયા પ્રેમરાજ અરોરા (Premraj arora death)નું નિધન થયું છે. પ્રેમરાજની ઉંમર માત્ર 42 વર્ષની હતી, તેમના મૃત્યુનું કારણ પણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહ્યું છે.

પ્રેમરાજ અરોરા
આજકાલ આવા સમાચાર સતત આવી રહ્યા છે જેને સાંભળીને દેશ ચોંકી ગયો છે. તાજેતરમાં જ જાણીતા ટીવી એક્ટર નિતેશ પાંડે (Nitish Pandey Death)નું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતું. તે જ સમયે, દેશના પ્રખ્યાત બોડી બિલ્ડર અને ભૂતપૂર્વ મિસ્ટર ઈન્ડિયા પ્રેમરાજ અરોરા (Premraj arora death)નું નિધન થયું છે. પ્રેમરાજની ઉંમર માત્ર 42 વર્ષની હતી, તેમના મૃત્યુનું કારણ પણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહ્યું છે.
વોશરૂમમાંથી લાશ મળી
42 વર્ષીય પૂર્વ મિસ્ટર ઈન્ડિયા પ્રેમરાજ અરોરાનો મૃતદેહ ગુરુવારે વોશરૂમમાંથી મળી આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વર્કઆઉટ કર્યા પછી વોશરૂમમાં ગયા હતા. જ્યાં હાર્ટ એટેક આવતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રેમરાજના પરિવારજનોએ જણાવ્યું કે તે કોઈ પણ પ્રકારની દવાઓ લેતા નહોતા, તે હેલ્ધી ડાયટ ફોલો કરતા હતા અને તે ફિટનેસ કોચ અને જિમ ઈન્સ્ટ્રક્ટર પણ હતા.
બે પુત્રી અને પત્નીને એકલા છોડી ગયા
જો કે પ્રેમરાજ અરોરા પોતાની બોડી બિલ્ડિંગના કારણે ખૂબ જ ફેમસ હતા, પરંતુ વર્ષ 2014માં તેમણે મિસ્ટર ઈન્ડિયાનો ખિતાબ જીતીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પ્રેમરાજ તેમની પાછળ તેમની બે પુત્રીઓ અને પત્નીને એકલા છોડી ગયા છે.
આ પણ વાંચો: Mumbai Crime: બોરીવલીમાં ચોરીની શંકામાં એક યુવકની ઢોર માર મારી હત્યા, 5ની ધરપકડ
રાજુ શ્રીવાસ્તવ જેવો જ કિસ્સો
પ્રેમરાજ અરોરાના મૃત્યુએ ફરી એકવાર અભિનેતા અને કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના મૃત્યુની યાદ અપાવી છે. કારણ કે રાજુ શ્રીવાસ્તવ પણ જીમમાં કસરત કરતી વખતે અચાનક બેહોશ થઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચતા જ તેમને કહેવામાં આવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. ઘણા દિવસો સુધી કોમામાં રહ્યા બાદ તેમનું અવસાન થયું હતું.