સલમાન ‘બિગ બૉસ ઓટીટી 2’ને હોસ્ટ કરી રહ્યો છે
સલમાન ખાન
સલમાન ખાનને હાલમાં જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. તે ‘બિગ બૉસ ઓટીટી 2’ને હોસ્ટ કરી રહ્યો છે. આ શોના સેટ પર વીક-એન્ડ કા વાર દરમ્યાન તેના હાથમાં સિગારેટ હતી. એને કારણે ઘણા લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. આ વિડિયો ઇન્ટરનેટ પર ખૂબ જ વાઇરલ થયો છે. આ સાથે જ તેણે એફ વર્ડનો પણ ઉપયોગ કર્યો હતો. આથી લોકો તેને હિપોક્રેટ કહી રહ્યા છે. તેણે વીક-એન્ડ કા વારમાં આકાંક્ષા પુરી અને જૅડને કિસિંગ સીનને લઈને ખૂબ જ કહ્યું હતું. તે ત્યારે કલ્ચરની વાત કરતો હતો. તેમ જ હાલમાં જ તેણે કહ્યું હતું કે ઓટીટી છે તો શું થયું; તે વાયલન્સ, અબ્યુઝ અને ડિસરિસ્પેક્ટને નહીં ચલાવી શકે. જોકે ત્યાર બાદ તેના કેટલાક વિડિયો અને ફોટો વાઇરલ થયા છે. આ વિડિયોમાં તે સ્ટેજ પર હાથમાં સિગારેટ લઈને ઊભેલો જોવા મળી રહ્યો છે. તેમ જ તે એફ વર્ડનો પણ ઉપયોગ કરી રહ્યો છે. આથી સોશ્યલ મીડિયા પર કેટલાક યુઝર તેના પર ભડક્યા છે. તેઓ કહી રહ્યા છે કે જે વસ્તુ પોતે નથી કરી શકતો એ વસ્તુ માટે બીજાને શું કામ ભાષણ આપતો હશે. તેમ જ કેટલાક કહી રહ્યા છે કે નૅશનલ ટીવી પર શો નથી આવતો તો પોતાની મનમાની કરવાની જરૂર નથી. આ સાથે જ કેટલાક લોકો તેને હિપોક્રેટ કહી રહ્યા છે. જોકે શોને ટીઆરપી ન મળી રહ્યા હોવાથી મેકર્સનો આ ડેસ્પરેટ અટેમ્પ્ટ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.


