° °

આજનું ઇ-પેપર
Monday, 05 December, 2022


બંગાળી અભિનેત્રી એન્દ્રિલા શર્માનું 24 વર્ષની વયે અવસાન, લાંબા સમયથી હતી બીમાર

20 November, 2022 07:42 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એન્દ્રિલા પોતાના ટૂંકા જીવનમાં કેન્સર જેવા ગંભીર રોગને પરાસ્ત કરી ચૂકી હતી

એન્દ્રિલા શર્મા. તસવીર/અધિકૃત ફેસબુક પેજ

એન્દ્રિલા શર્મા. તસવીર/અધિકૃત ફેસબુક પેજ

મનોરંજન જગતમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત બંગાળી અભિનેત્રી એન્દ્રિલા શર્મા (Aindrila Sharma)નું નિધન થયું છે. બ્રેઈન સ્ટ્રોક અને કાર્ડિયાક અરેસ્ટને કારણે કોલકાતાની હૉસ્પિટલમાં સારવાર દરમિયાન એન્દ્રિલા શર્માનું મૃત્યુ થયું હતું. છેલ્લા ઘણા દિવસોથી ઈન્દ્રિલા શર્મા કોમામાં હતી. તેના તમામ ચાહકો અને ઇન્ડસ્ટ્રીના મિત્રો તે ઝડપથી સયાજી થાય તેવી શુભેચ્છા પાઠવી રહ્યા હતા, પરંતુ રવિવારે એન્દ્રિલાના અવસાનથી આ બધી આશાઓ પર પાણી ફરી વળ્યું.

અભિનેત્રી એન્દ્રિલા શર્માનું નિધન

માત્ર 24 વર્ષની ઉંમરે ઈન્દ્રિલા શર્માએ આ રીતે દુનિયા છોડીને બધાને ચોંકાવી દીધા છે. એન્દ્રિલા પોતાના ટૂંકા જીવનમાં કેન્સર જેવા ગંભીર રોગને પરાસ્ત કરી ચૂકી હતી, પરંતુ 1 નવેમ્બરના રોજ એન્દ્રિલા શર્માને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. આ પછી એન્દ્રિલા શર્માની હાલત વધુ બગડી અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી. આ પછી, 14 નવેમ્બરે, એન્દ્રિલાને હૉસ્પિટલમાં હૃદયરોગનો હુમલો થયો, જેના કારણે એન્દ્રિલાનું સ્વાસ્થ્ય વધુ બગડ્યું. એન્દ્રિલા શર્માની ગંભીર હાલતને જોતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી, પરંતુ 20 નવેમ્બરે કોલકાતાની નારાયણ સુપરસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં એન્દ્રિલા શર્માએ અંતિમ શ્વાસ લીધા હતા.

બ્રેઈન સ્ટ્રોકને કારણે, એન્દ્રિલાને ડાબી બાજુની ફ્રન્ટોટેમ્પોરોપેરીએટલ ડી કોમ્પ્રેસેવી ક્રેનિયોટોમી સર્જરીમાંથી પસાર થવું પડ્યું હતું. હૉસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, લાંબા સમયથી અમારી ટીમ એન્દ્રિલાની સ્થિતિને ઠીક કરવા માટે દિવસ-રાત કામ કરી રહી હતી, પરંતુ અમારા તમામ પ્રયાસો છતાં અમે તેને બચાવવામાં સફળ રહ્યા. રવિવારે તેમને ફરીથી હૃદયરોગનો હુમલો આવ્યો અને આજે બપોરે 12.59 વાગ્યે તેમનું અવસાન થયું.

આ પહેલા, એન્દ્રિલા શર્માના બોયફ્રેન્ડ સબ્યસાચી ચૌધરીએ સોશિયલ મીડિયા પર અભિનેત્રીને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી. આવી સ્થિતિમાં એન્દ્રિલા શર્માના મૃત્યુએ સબ્યસાચીને ખૂબ જ હચમચાવી દીધા છે. તે જાણીતું છે કે તેની ટૂંકી અભિનય કારકિર્દીમાં, એન્દ્રિલા શર્માએ ઘણી ટીવી સિરિયલોમાં પોતાનો અભિનય ફેલાવ્યો હતો. એન્દ્રિલા શર્માએ સિરિયલ ઝૂમરથી એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો.

આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ સાથે ૧૦૦ કરોડના ઘરમાં રહેવા જશે હૃતિક?

20 November, 2022 07:42 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Siddharth Kashyap: પોલિટિક્સને ગુડ બાય કહી આ યુવાને મ્યુઝિકને કહ્યું હાઈ

સિદ્ધાર્થની આ કંપની સ્વતંત્ર સંગીતને પ્રોત્સાહન આપે છે

04 December, 2022 11:39 IST | Mumbai | Karan Negandhi
બૉલિવૂડ સમાચાર

HBD Javed Jaffrey: એવા કલાકાર જેમણે બાળપણના દિવસોને બનાવ્યા યાદગાર

જાવેદ જાફરી બૉલિવૂડમાં બહુ પ્રતિભાશાળી કલાકાર તરીકે ઓળખાય છે

04 December, 2022 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

અથિયા જાન્યુઆરીમાં કરશે લગ્ન

કે. એલ. રાહુલની લીવ બીસીસીઆઇએ કરી અપ્રૂવ

04 December, 2022 12:04 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK