° °

આજનું ઇ-પેપર
Monday, 26 September, 2022


અજય દેવગનની ‘થૅન્ક ગૉડ’ને બૅન કરવાની ડિમાન્ડ

22 September, 2022 12:32 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને દિવાળી પર એટલે કે ૨૫ ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે

અજય દેવગનની ‘થૅન્ક ગૉડ

અજય દેવગનની ‘થૅન્ક ગૉડ

અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘થૅન્ક ગૉડ’ને બૅન કરવાની ડિમાન્ડ થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના લીડર મધ્ય પ્રદેશના એજ્યુકેશન મિનિસ્ટર વિશ્વાસ સારંગે આ ફિલ્મને બૅન કરવાની ડિમાન્ડ કરી છે. આ ફિલ્મમાં હિન્દુ ભગવાન વિષ્ણુની મજાક ઉડાડવામાં આવી હોવાથી એને બૅન કરવાની ડિમાન્ડ છે. ​વિશ્વાસ સારંગે યુનિયન મિનિસ્ટર ઑફ ઇન્ફર્મેશન અને બ્રૉડકાસ્ટિંગ અનુરાગ ઠાકુરને લેટર લખીને વિનંતી કરી છે. બૉલીવુડની ફિલ્મો અને ઓટીટી પર હંમેશાં ઍન્ટિ-હિન્દુ માનસિક્તા જોવા મળી રહી છે અને એથી જ એને અટકાવવી જરૂરી છે એવી તેમની ડિમાન્ડ છે. ચિત્રગુપ્ત અને યમરાજની મજાક ઉડાડવામાં આવી હોવાનું કહીને એક અઠવાડિયા પહેલાં હિન્દુ જનજાગૃતિ સમિતિએ પણ ફિલ્મની ડિમાન્ડ કરી હતી. આ ફિલ્મને ઇન્દ્ર કુમાર દ્વારા ડિરેક્ટ અને ભૂષણ કુમાર અને આનંદ પંડિત દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મને દિવાળી પર એટલે કે ૨૫ ઑક્ટોબરે રિલીઝ કરવામાં આવશે.

22 September, 2022 12:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

ફિલ્મ રિવ્યુ છોડવાની જાહેરાત બાદ KRKનું બીજું ટ્વીટ, કહ્યું `બે જ વિકલ્પ…`

કેઆરકેએ સોમવારે સવારે એક ટ્વીટ કર્યું અને તેના દ્વારા ફરી એકવાર બોલિવૂડ પર નિશાન સાધ્યું

26 September, 2022 04:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સર્વ પિતૃ અમાસનું મહત્ત્વ સમજાવ્યું શિલ્પાએ

શ્રાદ્ધમાં ઘરના દરેક પૂર્વજ માટે આ દિવસે પૂજા કરવામાં આવે છે

26 September, 2022 03:35 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

કલારીપયટ્ટુ ફિઝિકલી અને મેન્ટલી ફિટ બનાવે છે : કાજલ અગરવાલ

બૅટલફીલ્ડમાં પણ આ આર્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો.

26 September, 2022 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK