એના માટે પોષણ ટુ પાઠશાલા કાર્યક્રમને આગળ વધારવા માટે તેણે હાથ આગળ વધાર્યો છે. આ સિવાય તેણે આ પહેલમાં દસ લાખ રૂપિયા ડોનેટ કરવાની પણ વાત કહી હતી.

બાદશાહ
દેશમાંથી કુપોષણને જડમૂળમાંથી ખતમ કરવા માટે રૅપર બાદશાહે વચન લીધું છે. આ જ કારણ છે કે તેના બર્થ-ડે નિમિત્તે તેણે પાંચસો જરૂરિયાતમંદ બાળકોને ભોજન કરાવ્યું હતું. સાથે જ ગોરેગામમાં આવેલી રિશી વાલ્મીકિ ઇકો સ્કૂલમાં જઈને બાળકો સાથે સમય પસાર કર્યો હતો. આ સ્કૂલમાં આર્થિક નબળા પરિવારનાં બાળકો ભણે છે. એથી સોશ્યલ ઇમ્પૅક્ટ સંસ્થાની ફીડિંગ ઇન્ડિયાને બાદશાહે સપોર્ટ કરવાનું નક્કી કર્યું છે. એના માટે પોષણ ટુ પાઠશાલા કાર્યક્રમને આગળ વધારવા માટે તેણે હાથ આગળ વધાર્યો છે. આ સિવાય તેણે આ પહેલમાં દસ લાખ રૂપિયા ડોનેટ કરવાની પણ વાત કહી હતી. સ્કૂલનાં બાળકો સાથેની નાનકડી વિડિયો ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બાદશાહે કૅપ્શન આપી હતી, ‘જબ ભી મૌકા મિલે ખુશીયાં બટોરને કા, જાને મત દો. હંમેશાં યાદ રાખો કે પ્રેમ જ દરેક બાબતનો જવાબ છે. તમે કેટલો પ્રેમ આપો છો એ અગત્યનું નથી, પરંતુ એ પ્રેમ આપવા માટે તમે કેટલું સમર્પણ દેખાડો છો એ મહત્ત્વનું છે. ફીડિંગ ઇન્ડિયા, તમારી કામગીરી અદ્ભુત છે. કુપોષણને ખતમ કરવા માટે તમે જે યોગદાન આપો છો એ પ્રશંસનીય છે. એમાં મને સામેલ કરવા માટે થૅન્ક યુ.’
એ વિશે વધુ જણાવતાં બાદશાહે કહ્યું કે ‘ફીડિંગ ઇન્ડિયાએ મને મારો બર્થ-ડે આવી રીતે સેલિબ્રેટ કરવાની તક આપી એ માટે હું તેમનો આભારી છું. હું કુપોષણને જડમૂળથી ખતમ કરવા માટે પ્રયત્નશીલ છું, પરંતુ સાથે જ હું દેશના યુવાનોને આ પહેલમાં જોડાવા માટે અપીલ કરું છું જેથી આપણે દેશને કુપોષણમુક્ત બનાવી શકીએ.’
ADVERTISEMENT
દેશમાંથી કુપોષણને દૂર કરવા માટે બાદશાહે દસ લાખ રૂપિયાની મદદ કરવાની પણ વાત કહી છે. સાથે જ યુવાનોને પણ આ પહેલમાં જોડાવાની વિનંતી કરી છે.

