જાણીતા નિર્માતા આનંદ પંડિત માને છે કે તેમની આગામી મરાઠી ફિલ્મ ફેમિલી એન્ટરટેઈનર રહેશે જે દર્શકોને ચોક્કસ ગમશે.

બાપ-માણુસ
જાણીતા ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની (Anand Pandit) આગામી મરાઠી ફિલ્મ, `બાપ માણુસ` દર્શકો સાથે એક ભાવનાત્મક જોડાણનું પ્રોમિસ કરે છે. પંડિત યોગેશ ફૂલફાગરના નિર્દેશનમાં બનેલી આ પહેલી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, અને કહે છે, "આ ફિલ્મ પિતા પુત્રીના અનમોલ બંધન વિશે એક હ્રદયસ્પર્શી વાર્તાને રજૂ કરનારી ફિલ્મ છે. ફિલ્મ ખૂબ જ માર્મિક રીતે આ સંબંધની જટિલતા અને તીવ્રતાને દર્શાવે છે અને દર્શકોને જોડી રાખવા માટે સક્ષમ છે."
લંડનમાં શૂટ કરવામાં આવેલ આ ઈમોશનલ ડ્રામા એક સિંગલ પિતાની જર્ની વિશે જણાવે છે કે, કારણકે તે પોતાની દીકરીના ઉછેર દરમિયાન અનેક પડકારોનો સામનો કરે છે. "હું હંમેશાં સમૃદ્ધ સામગ્રી માટે તૈયાર રહ્યો છું અને આ જ કારણ છે કે મને `બાપ-માણુસ` ફિલ્મે પોતાની તરફ આકર્ષિત કરી. પારિવારિક વિષયોમાં મારું ખાસ ઢળાણ છે અને એક પિતા હોવાને નાતે, હું સરળતાથી આ વાર્તા સાથે જોડાઈ શકું છું." પંડિતે ઉમેર્યું. જેમને હિન્દી અને અન્ય ક્ષેત્રીય ઉદ્યોગોમાં પારિવારિક મનોરંજન માટે ઓળખવામાં આવે છે.
આનંદ પંડિત સાથે `વેલ ડન બેબી` અને `વિક્ટોરિયા` જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પુષ્કર જોગે તાજેતરમાં જ `બાપ માણુસ`ના સેટ પરથી એક બિહાઈન્ડ ધ સ્ક્રીનની તસવીર શૅર કરી. ફિલ્મની જાહેરાતના વીડિયોની સાથે આ સ્નેપશૉટ ખૂબ જ મોટી ચર્ચાનો વિષય બની રહ્યો.
આ પણ વાંચો : Photos: CM એકનાથ શિંદેએ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિન્ક પર પહેલી બસને બતાવી લીલી ઝંડી
આ પહેલી વાર છે જ્યારે પુષ્કર ગાયિકા, વીડિયો જૉકી અને અભિનેત્રી અનુષા દાંડેકર સાથે સ્ક્રીન સ્પેસ શૅર કરે છે, જે એક ખૂબ જ નાના અંતરાળ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબૅક કરે છે. ફિલ્મમાં કુશાલ બદ્રીકે અને શુભાંગી ગોખલે સાથે બાળ કલાકાર કીયા ઈંગલે પણ છે. રૂપા પંડિત અને પુષ્કર જોગ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત વૈશાલ શાહ અને રાહુલ દુબે દ્વારા સહ-નિર્મિત ફિલ્મ ફાધર્સ ડે (18 જૂન)ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.