PBA એ એવી ન્યુરોલૉજિકલ કન્ડિશન છે જેમાં વ્યક્તિ ખૂબ રડવા લાગે કે હસવા લાગે છે અને એ રોકી શકતી નથી
અનુષ્કા શેટ્ટી
સાઉથની ફિલ્મોની હિરોઇન અનુષ્કા શેટ્ટીએ તાજેતરમાં પોતાના રૅર કન્ડિશન વિશે વાત કરી હતી. આ જિનેટિક કન્ડિશનનું નામ છે સ્યુડોબુલ્બર અફેક્ટ (PBA). સાદી ભાષામાં એને લાફિંગ ડિસીઝ પણ કહે છે. આ ડિસીઝ ન્યુરોલૉજિકલ કન્ડિશન છે જેને કારણે અચાનક જ વ્યક્તિને હસવા કે રડવાના બેકાબૂ હુમલા આવે છે. યસ, વ્યક્તિ રોકી ન શકે એટલા બેકાબૂ એ હુમલા હોય. જ્યારે કોઈક ટ્રિગરને કારણે હસવું આવે તો એ વખતે એને રોકવાનું અઘરું થઈ જાય છે. સરસ કૉમિક ટાઇમિંગ માટે જાણીતી અનુષ્કાનું કહેવું છે કે ‘મારી આ કન્ડિશનને કારણે એક વાર હસવાનું શરૂ થાય એ પછી પંદર-વીસ મિનિટ સુધી રોકાય જ નહીં. ક્યારેક તો સેટ પર હું હસતાં-હસતાં જમીન પર આળોટવા લાગું અને ક્યારકે તો શૂટિંગ રોકી દેવું પડે એ હદે વાત પહોંચે.’
PBA એ એવી ન્યુરોલૉજિકલ કન્ડિશન છે જેમાં વ્યક્તિ ખૂબ રડવા લાગે કે હસવા લાગે છે અને એ રોકી શકતી નથી. આ કન્ડિશનમાં કૅચ એ છે કે હસતી વ્યક્તિ ખરેખર ખુશી અનુભવતી હોય એવું જરૂરી નથી. તે હસવાનું રોકવા માગે છે અને ક્યારેક તો પેઇનમાં હોય છે, પણ એનાથી હસવાનું રોકાતું નથી હોતું.


