મહિલા પોલીસ-ઑફિસર્સ ખરા સ્ટાર્સ છે : અનુષ્કા શેટ્ટી
મહિલા પોલીસ-ઑફિસર્સ ખરા સ્ટાર્સ છે : અનુષ્કા શેટ્ટી
અનુષ્કા શેટ્ટીનું માનવું છે કે મહિલા પોલીસ-ઑફિસર્સ જ ખરા અર્થમાં સ્ટાર છે. અનુષ્કા તાજેતરમાં મહિલા પોલીસ-ઑફિસર્સની કૉન્ફરન્સને સંબોધિત કરી રહી હતી. એ કૉન્ફરન્સની થીમ હતી ‘SHEપાહી’. SHEનો અર્થ થાય છે સ્ટ્રેંગ્થ, હ્યુમેનિટી અને એમ્પથી. તો પાહીનો મતલબ થાય છે સારું કામ. આ કાર્યક્રમ દરમ્યાન અનુષ્કાએ ડાયલ 100 ઇમિડિએટ રિસ્પૉન્સ વેહિકલ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. મહિલા પોલીસની પ્રશંસા કરતાં અનુષ્કાએ કહ્યું હતું કે ‘અમને ફિલ્મસ્ટાર્સને ભલે સ્ટાર્સ તરીકે ઓળખવામાં આવતા હોય, પરંતુ અહીં બેઠેલા તમે જ ખરા સ્ટાર્સ છો. અમે તો રીલ સ્ટાર્સ છીએ અને તમે રિયલ સ્ટાર્સ છો. તમારા પુરુષાર્થ અને તમારી સખત મહેનતને કારણે અમે સલામત છીએ અને તમારું બલિદાન તો સર્વોપરી છે.’


