Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાહ્‌નવી પછી હવે ક્રિતીનાં દૃશ્યો વિશે શરૂ થઈ ચર્ચા

જાહ્‌નવી પછી હવે ક્રિતીનાં દૃશ્યો વિશે શરૂ થઈ ચર્ચા

Published : 21 June, 2026 03:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૉકટેલ 2માં ક્રિતી સૅનને બિકિનીમાં આપેલાં ગ્લૅમરસ અને ક્લોઝઅપ દૃશ્યોના ઍન્ગલ બન્યા વિવાદનો મુદ્દો

ક્રિતી સૅનન

ક્રિતી સૅનન


શાહિદ કપૂર, ક્રિતી સૅનન અને રશ્મિકા મંદાનાની ‘કૉકટેલ 2’ રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મને મિક્સ રિવ્યુ મળ્યા છે પણ આ દરમ્યાન સોશ્યલ મીડિયા પર એક અલગ જ વિવાદ ઊભો થયો છે. ફિલ્મમાં ક્રિતી સૅનનનાં બિકિનીમાં કેટલાંક ગ્લૅમરસ અને ક્લોઝઅપ દૃશ્યોને લઈને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ઘણા લોકોનું કહેવું છે કે જો ‘પેદ્દી’માં જાહ્‌નવી કપૂરના કેટલાક શૉટ્સ પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તો ‘કૉકટેલ 2’નાં દૃશ્યો માટે પણ સમાન દૃષ્ટિકોણ અપનાવવો જોઈએ.
‘કૉકટેલ 2’ની રિલીઝ થયા બાદ અનેક સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર દર્શકોએ ક્રિતી સૅનનનાં કેટલાક દૃશ્યો વિશે પોતાનાં મંતવ્યો વ્યક્ત કર્યાં છે. ઘણા લોકોએ ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલા કૅમેરા-ઍન્ગલ્સ અને ખાસ કરીને ક્રિતીના ક્લોઝઅપ બિકિની-શૉટ્સ પર વાંધો ઉઠાવ્યો છે. સોશ્યલ મીડિયા પર આ મુદ્દે યુઝર્સે ‘કૉકટેલ 2’નાં દૃશ્યોની તુલના ‘પેદ્દી’ ફિલ્મ સાથે કરી છે. યુઝર્સનું માનવું છે કે બૉલીવુડમાં મહિલાઓની રજૂઆતને લઈને ઘણી વાર અલગ-અલગ માપદંડ જોવા મળે છે અને કોઈ પણ કલાકારને ફિલ્મમાં કેવી રીતે દર્શાવવામાં આવે છે એ મુદ્દે સમાન રીતે ચર્ચા થવી જોઈએ.
હાલમાં આ સોશ્યલ મીડિયા ચર્ચા વિશે ‘કૉકટેલ 2’ની ટીમ, ક્રિતી સૅનન અથવા ફિલ્મ સાથે જોડાયેલા અન્ય કોઈ સ્ટાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી.


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK