આ પોસ્ટમાં તેણે ૨૦૧૭માં આવેલી તેની વેબ-સિરીઝ ‘ધ ટેસ્ટ કૅસ’ની બિહાઇન્ડ ધ સ્ક્રીન (BTS) તસવીરો શૅર કરી છે
નિમ્રત કૌર
ઍક્ટ્રેસ નિમ્રત કૌરે હૃદયસ્પર્શી ઇન્સ્ટા મેસેજ સાથે આર્મી ડેની ઉજવણી કરી છે. આ પોસ્ટમાં તેણે ૨૦૧૭માં આવેલી તેની વેબ-સિરીઝ ‘ધ ટેસ્ટ કૅસ’ની બિહાઇન્ડ ધ સ્ક્રીન (BTS) તસવીરો શૅર કરી છે. આ તસવીરોની મદદથી નિમ્રતે એક આર્મી કિડ તરીકે તેનામાં રહેલી ગર્વની ભાવના તેમ જ એ સિરીઝમાં કૅપ્ટન શિખા શર્માનો રોલ ભજવવા મળ્યો એ બદલ આભારની લાગણી વ્યક્ત કરી છે. નિમ્રત કૌર હાલમાં તેની આગામી ફિલ્મ ‘સ્કાય ફોર્સ’ની રિલીઝની તૈયારીમાં લાગી છે.
નિમ્રતે પોતાના ઇન્સ્ટાગ્રામ મેસેજમાં લખ્યું છે : ‘એક પ્રાઉડ આર્મી કિડ તરફથી બધાને આર્મી ડેની શુભેચ્છા. એક આર્મી ઑફિસરની દીકરી તરીકે હું તમારા બધાની સાથે #TheTestCaseના BTS શૅર કરી રહી છું. હું આજે અને રોજ આપણા દેશની સતત બિનશરતી સેવા કરવા બદલ આપણી સેનાના સાહસિક જવાનોને સલામ કરું છું.’


