શ્રદ્ધા આર્ય ઝીટીવી પર આવતા ‘કુંડલી ભાગ્ય’માં જોવા મળી રહી છે
અર્જુન બિજલાની અને કારણ જોહર
અર્જુન બિજલાની અને શ્રદ્ધા આર્ય હવે કરણ જોહરની ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન લીડ રોલમાં છે. કરણ જોહર ફિલ્મને પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી રહ્યો છે. શ્રદ્ધા ઝીટીવી પર આવતા ‘કુંડલી ભાગ્ય’માં જોવા મળી રહી છે. તેણે અનેક ટીવી-સિરિયલમાં કામ કર્યું છે. અર્જુન બિજલાની હાલમાં ‘રવિવાર વિથ સ્ટાર પરિવાર’ને હોસ્ટ કરી રહ્યો છે. કરણ જોહર સાથેનો ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને અર્જુન બિજલાનીએ કૅપ્શન આપી હતી, ‘ફાઇનલી મને કરણ જોહર સર સાથે કામ કરવાની તક મળી છે. તમારો પ્રેમ, ઉમળકો અને માર્ગદર્શનનો હું ખરા અર્થમાં પ્રશંસક છું. આ મૅજિકલ ફિલ્મમાં સામેલ થવાની મને ખુશી છે.’
તો કરણ જોહરે પણ એક ખાસ નોટ લખી હતી, એમાં તેણે લખ્યું હતું, ‘ડિયરેસ્ટ અર્જુન, મારી ફિલ્મ કરવા બદલ તારો આભાર. ધર્મા પ્રોડક્શન્સમાં તારું સ્વાગત છે. તારી સાથે ભવિષ્યમાં પણ કામ કરવા આતુર છું.’
ADVERTISEMENT
તો બીજી તરફ કરણ જોહર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શ્રદ્ધાએ કૅપ્શન આપી હતી, ‘બધાં કામ માટે સાથે આવ્યાં છીએ.’
એનો આભાર વ્યક્ત કરતાં કરણ જોહરે નોટ મોકલી હતી, જેમાં લખ્યું હતું, ‘ડિયરેસ્ટ શ્રદ્ધા. ધર્મા ફૅમિલીમાં તારું સ્વાગત છે. તને ખૂબ પ્રેમ.’


