અરબાઝ ખાન હવે જોવા મળશે ડોનના રોલમાં
આ ફિલ્મમાં ડૉનના રોલ માટે અરબાઝ ખાનને સાઇન કરવામાં આવ્યો છે. ગયા અઠવાડિયામાં જ અબ્બાસે અરબાઝને સ્ક્રિપ્ટ વાંચવા માટે આપી હતી અને બને એટલી વહેલી તકે પોતાનો જવાબ આપવા કહ્યું હતું. જોકે સ્ક્રિપ્ટ વાંચ્યા બાદ તરત જ અરબાઝે આ રોલ માટે હા પાડી હતી. અરબાઝે આ પહેલાં અબ્બાસ મસ્તાનની જ ૧૯૯૬ની થિþલર ફિલ્મ ‘દરાર’માં વિલનનો રોલ કર્યો હતો, જેના માટે તેને ફિલ્મફેરનો બેસ્ટ નેગેટિવ રોલનો અવૉર્ડ પણ મળેલો. નવી ફિલ્મમાં કપિલ શર્મા સાથે સિમરન કૌર મુન્ડી, એલી અવરામ, ડેઇઝી શાહ, સુરવીન ચાવલા અને નેહા શર્મા પણ જોવા મળશે.