‘ઍનિમલ’ અને ‘સૅમ બહાદુર’ની ક્લૅશ વિશે આવું કહ્યું વિકી કૌશલે
વિકી કૌશલ ફીલ્ડ માર્શલ સેમ માણેક શૉ ના રૂપ માં
વિકી કૌશલે કહ્યું કે બૉક્સ-ઑફિસ પર કઈ ફિલ્મ ચાલશે અને કઈ નહીં એનો આધાર દર્શકો પર છે. પહેલી ડિસેમ્બરે વિકીની ‘સૅમ બહાદુર’ અને રણબીર કપૂરની ‘ઍનિમલ’ રિલીઝ થઈ રહી છે. બન્ને ફિલ્મનાં ટ્રેલર રિલીઝ થઈ ગયાં છે અને બન્નેને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મની ટક્કર વિશે પૂછતાં વિકીએ કહ્યું કે ‘બે ઓપનિંગ બૅટ્સમેન જ્યારે ક્રીઝ પર આવે છે જે એક જ ટીમ માટે રમતા હોય ત્યારે તમે એમ નથી કહેતા કે બન્ને પ્લેયર એકમેક સાથે ક્લૅશ કરી રહ્યા છે. તેઓ એક જ ટીમ માટે રમી રહ્યા હોય છે અને એ જ રીતે અમે પણ હિન્દી સિનેમા માટે રમી રહ્યા છીએ. કઈ ફિલ્મ હિટ રહે અને કઈ નહીં એ તો દર્શકો નક્કી કરશે.’
જબરદસ્ત વૉર વેહિકલ્સનો ઉપયોગ થયો છે ‘સૅમ બહાદુર’માં વિકી કૌશલની ‘સૅમ બહાદુર’માં જબરદસ્ત વૉર વેહિલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ પહેલી ડિસેમ્બરે રિલીઝ કરવામાં આવી રહી છે જેમાં ભારતના પહેલા ફીલ્ડ માર્શલની સ્ટોરી કહેવામાં આવી છે. સૅમ માણેકશોના કાર્યકાળમાં તેમણે ચાર યુદ્ધ જોયાં હતાં. આ ચારેય યુદ્ધમાં જે-તે સમયે જે પણ હથિયાર અને વૉર વેહિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એને હૂબહૂ દેખાડવાની કોશિશ કરવામાં આવી છે. બંદૂક, મિસાઇલ લૉન્ચર, ટૅન્ક અને અન્ય વેહિકલ્સ પર ખૂબ જ ફોકસ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને મેઘના ગુલઝાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે, જેને રૉની સ્ક્રૂવાલા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.


