આ શોમાં અનન્યા બિલ્યનેર ફૅશનિસ્ટાના રોલમાં જોવા મળશે જેને કોલિન ડીકુન્હા દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે

અનન્યા પાન્ડે
અનન્યા પાન્ડે હવે કરણ જોહરના પ્રોડક્શનની ‘કૉલ મી બૈ’ દ્વારા ઓટીટી પર એન્ટ્રી કરવા જઈ રહી છે. આ શોમાં અનન્યા બિલ્યનેર ફૅશનિસ્ટાના રોલમાં જોવા મળશે જેને કોલિન ડીકુન્હા દ્વારા ડિરેક્ટ કરવામાં આવશે. કરણ જોહરના ધર્મેટિક એન્ટરટેઇનમેન્ટ દ્વારા આ શોને પ્રોડ્યુસ કરવામાં આવશે. આ શો ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર સ્ટ્રીમ કરવામાં આવશે. આ શોમાં અનન્યા ખૂબ જ પૈસાદાર વ્યક્તિના ઘરથી હોય છે અને તે એક સેન્સેશનલ સ્કૅન્ડલમાં ફસાય છે. સ્કૅન્ડલમાં ફસાયા બાદ એમાંથી બહાર આવતાં તેનું પાત્ર પોતાની જાતને ડિસ્કવર કરતું જોવા મળશે. કોલિન પહેલાં ‘દોસ્તાના 2’ને ડિરેક્ટ કરવાનો હતો, પરંતુ એ ફિલ્મ પડતી મૂકતાં તે હવે આ સિરીઝને ડિરેક્ટ કરતો જોવા મળશે. આ શોને ૨૦૨૩ના અંત સુધીમાં રિલીઝ કરવામાં આવશે.