અભિષેકને અત્યંત પ્રિય મિત્ર ગણાવ્યો અમિતાભ બચ્ચને
સીનિયર બચ્ચન સંગ જૂનિયર બચ્ચન
અમિતાભ બચ્ચન માટે તેમનો દીકરો અભિષેક બચ્ચન એક પ્રિય મિત્ર સમાન છે. અમિતાભ બચ્ચને તાજેતરમાં જ એક ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. આ ફોટોમાં બન્ને સામસામે એકસરખી ખુરશી પર બેઠા છે અને લાગી રહ્યું છે કે તેઓ કંઈક ખાસ ચર્ચા કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન તેમની આગામી તામિલ ફિલ્મ ‘ઉયાન્ર્ધા મનિથન’માં વ્યસ્ત છે.
આ પણ વાંચો : જૉનને કરવી છે લવ સ્ટોરીવાળી ફિલ્મો
ADVERTISEMENT
બન્નેનો ફોટો ટ્વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘તે જ્યારે ન માત્ર તમારાં શૂઝ પહેરે છે, પરંતુ એક જ આકારની ખુરશી પર પણ બેસે છે તો તે તમારો દીકરો જ નહીં પરંતુ એક અતિશય પ્રિય મિત્ર બની જાય છે.’