અમિતાભ બચ્ચનનું કહેવું છે કે મહિલાઓ સાથે શૉપિંગ પર જવા કરતાં બોરિંગ કામ બીજું કોઈ નથી. તેઓ હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ને હોસ્ટ કરી રહ્યા છે.
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચનનું કહેવું છે કે મહિલાઓ સાથે શૉપિંગ પર જવા કરતાં બોરિંગ કામ બીજું કોઈ નથી. તેઓ હાલમાં ‘કૌન બનેગા કરોડપતિ’ને હોસ્ટ કરી રહ્યા છે. આ પંદરમી સીઝનના એક એપિસોડમાં તેમણે ગુવાહાટીનાં સોનલ મેહનોટ સાથે વાત કરી હતી. સોનલે કહ્યું હતું કે તેનો પતિ ભોજન બાદ સૂઈ જાય છે અને તેણે શૉપિંગ માટે એકલીએ જવું પડે છે. આ બાબતે વાત કરતાં અમિતાભ બચ્ચને કહ્યું કે ‘તે એકદમ બરાબર કરી રહ્યો છે. ભોજન બાદ કોઈને પણ આરામ કરવાનું મન થઈ શકે છે. તેમ જ મહિલાઓની સાથે શૉપિંગ પર જવા કરતાં બીજું બોરિંગ કામ કંઈ જ નથી. પુરુષો દુકાનમાં જશે. થોડા ઑપ્શન જોશે અને આ કેટલાનું એમ કહીને ખરીદી લેશે. તેઓ થોડી મિનિટમાં શૉપિંગ કરી લેશે. જોકે મહિલાઓ આ બતાવો, પેલું બતાવો કરશે. તેમ જ બધું જોયા બાદ મહિલાઓ કંઈ પણ ખરીદ્યા વગર જતી રહેશે. તું જ્યારે તારી પત્ની સાથે શૉપિંગ માટે જશે ત્યારે દુકાનમાં જઈને ખુરશી પર ઊંઘી જજે.’