‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ લોકોને ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના પણ લીડ રોલમાં જોવા મળી હતી
અલ્લુનો ફોટો ફિલ્મના સિનેમૅટોગ્રાફર મિરોસ્લાવ બ્રોઝેકે શૅર કર્યો છે
‘પુષ્પા : ધ રૂલ પાર્ટ 2’ના સેટ પર થયો અલ્લુ અર્જુનનો લુક ટેસ્ટ. ‘પુષ્પા : ધ રાઇઝ પાર્ટ 1’ લોકોને ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે રશ્મિકા મંદાના પણ લીડ રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મને લઈને લોકોમાં ક્રેઝ એટલો તો હતો કે તેઓ ફિલ્મના ગીતનાં સિગ્નેચર સ્ટેપ પણ કરતાં હતાં. ફિલ્મનાં ગીત પણ ખૂબ ફેમસ થયાં હતાં. હવે એની સીક્વલનું
શૂટિંગ શરૂ કરવામાં આવ્યું છે. ફિલ્મને સુકુમારે ડિરેક્ટ કરી છે. આ સીક્વલમાં પહેલા પાર્ટની જેમ જ રશ્મિકા મંદાના, ફહાદ ફાસિલ, ધનંજય, સુનીલ અને અનસૂયા ભારદ્વાજ પણ લીડ રોલમાં દેખાવાનાં છે. આ ફિલ્મને આવતા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. અલ્લુનો ફોટો ફિલ્મના સિનેમૅટોગ્રાફર મિરોસ્લાવ બ્રોઝેકે શૅર કર્યો છે. એમાં દેખાય છે કે અલ્લુને સીન સમજાવવામાં આવી રહ્યો છે. તેના ચહેરા પર ગંભીર એક્સપ્રેશન દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મિરોસ્લાવે કૅપ્શન આપી હતી, ‘ઍડ્વેન્ચરની શરૂઆત થઈ ચૂકી છે. એના માટે આઇકન સ્ટાર અલ્લુ અર્જુનનો આભાર.’


