ફૅમિલીને વધુ મહત્ત્વ આપવા વિશે આલિયા ભટ્ટે કહ્યું...
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પેરન્ટ્સ બન્યા બાદ દીકરી રાહાને ખૂબ મહત્ત્વ આપે છે. તેઓ પોતાના શૂટિંગનું શેડ્યુલ પણ એવી રીતે ગોઠવે છે જેથી બેમાંથી એકાદ દીકરી સાથે આખો દિવસ રહી શકે. આલિયાએ ૨૦૨૨ની ૬ નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો. વર્ક અને ફૅમિલી લાઇફ વિશે આલિયા કહે છે, ‘કામ લાઇફનો ખૂબ અગત્યનો ભાગ છે, પરંતુ આખી લાઇફ નથી. એથી અમે એ રીતે કામને ઍડ્જસ્ટ કરીએ છીએ. હવે મને એવો અહેસાસ થાય છે કે કામ થોડું ઓછું કરવું જોઈએ; કારણ કે મમ્મી બન્યા બાદ તમે પહેલાં તો ફિઝિકલી, ઇમોશનલી અને મેન્ટલી બાળકની મમ્મી છો.’
હું ઓવરથિન્કર છું અને રણબીર કપૂર કોઈ પણ સિચુએશનમાંથી તરત મૂવ ઑન થઈ જાય છે. અમારામાં આ તફાવત છે, જેના દ્વારા અમે બન્ને એકમેકને સપોર્ટ કરી લાઇફમાં બૅલૅન્સ જાળવી રાખીએ છીએ.
- આલિયા ભટ્ટ

