રણબીરે આલિયાને ખૂબ જ નજીક પકડી રાખી છે અને એક્ટ્રેસ હસતી દેખાય છે. આ તસવીર પહેલા નીતૂ કપૂરે શૅર કરી હતી. નીતૂ કપૂરે આલિયા અને રણબીરની આ તસવીર શૅર કરી હતી.
આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરે (Ranbir Kapoor) પ્રેગ્નેન્સીની જાહેરાત કરીને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયા છે. આ ક્યૂટ કપલ ટૂંક સમયમાં જ મમ્મી-પપ્પા બનવાનો છે. આલિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરી સોમવારે પોતાની પ્રેગ્નેન્સીના સમાચાર આપ્યા છે. જેના પછી દરેક લોકો કપલને વધામણી આપી રહ્યા છે. ચાહકોથી સેલેબ્સ સુધી બધા જ આલિયા-રણબીરને વધામણી આપી રહ્યા છે. પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ આલિયા ભટ્ટે પોતાનો ઇન્સ્ટાગ્રામ ડીપી બદલ્યો છે. શું તમે જોયો આલિયા ભટ્ટનો નવો ઇન્સ્ટાગ્રામ ડીપી?
રણબીર કપૂર સાથે લગ્ન પછી આલિયા ભટ્ટે પોતાનો ઇન્સ્ટાગ્રામ ડીપી બદલ્યો હતો. તેણે લગ્નની ક્યૂટ તસવીર ડીપીમાં મૂકી હતી. તેના પછી આલિયાએ પોતાની તસવીર ફરીથી બદલી છે. હવે પ્રેગ્નેન્સીની જાહેરાત બાદ આલિયાએ પતિ રણબીર સાથેની ફેવરિટ તસવીર મૂકી છે.
ADVERTISEMENT
આલિયાએ મૂકી રૉમેન્ટિક તસવીર
આલિયાએ રણબીર સાથે રૉમેન્ટિક તસવીર ડીપીમાં મૂકી છે. તસવીરમાં બન્ને એક-બીજાની નજીક ઊભા છે. રણબીરે આલિયાને ખૂબ જ નજીક પકડી રાખી છે અને એક્ટ્રેસ હસતી દેખાય છે. આ તસવીર પહેલા નીતૂ કપૂરે શૅર કરી હતી. નીતૂ કપૂરે આલિયા અને રણબીરની આ તસવીર શૅર કરી હતી.
View this post on Instagram
આલિયા એ કરી આ કોમેન્ટ
નીતૂ કપૂરે આલિયા અને રણબીરની અનસીન તસવીર શૅર કરતા લખ્યું, "ગૉડ બ્લેસ. " સાથે હાર્ટ ઇમોજી પોસ્ટ કરી. આલિયાએ નીતૂ કપૂરની આ પોસ્ટ પર કોમેન્ટ કરી હતી. તેમણે લખ્યું, "મારી ફેવરિટ તસવીર." નીતૂ કપૂરે આ તસવીર શૅર કર્યા બાદ આલિયાએ આને પોતાનો ઇન્સ્ટાગ્રામ ડીપી બનાવી લીધો.
જણાવવાનું કે આલિયા-રણબીર 14 એપ્રિલના લગ્ન બંધનમાં બંધાયા હતા. બન્નેએ ઘરમાં જ લગ્ન કર્યા હતા. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ ગઈ હતી. આલિયાએ લગ્નના અઢી મહિના પછી પોતાની પ્રેગ્નેન્સીની જાહેરાત કરી છે. તેણે હૉસ્પિટલમાં સોનોગ્રાફીની એક તસવીર શૅર કરી છે જેમાં તેની સાથે રણબીર કપૂર પણ જોવા મળે છે.


