અક્ષયકુમાર મુંબઈમાં બાઇક પર નીકળ્યો હતો
અક્ષય કુમાર
અક્ષયકુમાર તેની ફિલ્મોમાં બિઝી છે. તે હાલમાં ‘વેલકમ ટુ ધ જંગલ’ અને ‘જૉલી LLB 3’ના શૂટિંગમાં વ્યસ્ત છે. એ દરમ્યાન અક્ષયકુમાર મુંબઈમાં બાઇક પર નીકળ્યો હતો. એ પહેલાં તેણે પાપારાઝી માટે પોઝ આપીને તેમનાં દિલ જીતી લીધાં હતાં. એ ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. તેના ચહેરા પર મોટી સ્માઇલ છે. તેની સામે અનેક ફૅન્સ તેને પોતાના મોબાઇલમાં કેદ કરવા માટે ઊભા છે. વિડિયોમાં દેખાય છે કે તે હેલ્મેટ લઈને બાઇક-રાઇડ માટે તૈયાર થાય છે.

