Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગોલમાલ 5માં અક્ષય વિલન?

ગોલમાલ 5માં અક્ષય વિલન?

Published : 04 February, 2026 10:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં અજય દેવગનની સામે લીડ વિલન તરીકે અક્ષય કુમારની પસંદગી કરવામાં આવી છે

અક્ષય કુમાર

અક્ષય કુમાર


‘ગોલમાલ’ની ગણતરી બૉલીવુડની સફળ કૉમેડી ફ્રૅન્ચાઇઝી તરીકે થાય છે. હાલમાં ‘ગોલમાલ 5’ પર કામ ચાલી રહ્યું છે અને હવે ખુલાસો થયો છે કે આ ફિલ્મમાં અક્ષય કુમારની પણ એન્ટ્રી થઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મમાં અજય દેવગનની સામે લીડ વિલન તરીકે અક્ષય કુમારની પસંદગી કરવામાં આવી છે.

જો આ વાત સાચી સાબિત થશે તો ‘ગોલમાલ 5’માં અક્ષય કુમાર અને અજય દેવગન છેલ્લાં ૩૨ વર્ષમાં છઠ્ઠી વખત સાથે કામ કરશે. આ પહેલાં બન્ને અભિનેતાઓ ‘સુહાગ’, ‘ખાકી’, ‘ઇન્સાન’, ‘સૂર્યવંશી’ અને ‘સિંઘમ અગેઇન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે.



‘ગોલમાલ 5’માં અજય દેવગન લીડ ઍક્ટર તરીકે જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં અર્શદ વારસી, તુષાર કપૂર, કુણાલ ખેમુ અને શ્રેયસ તલપડે ફરી એક વાર એ સાથે જોવા મળશે. આ ફિલ્મમાં શર્મન જોશી પણ કામ કરે એવી શક્યતા છે, પણ કરીના કપૂર ખાનનું કાસ્ટિંગ હજી સુધી કન્ફર્મ નથી થયું.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 10:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK