‘કેસરી : ચૅપ્ટર 2’ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે ૭.૮૪ કરોડ રૂપિયા, બીજા દિવસે ૧૦.૦૮ કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે ૧૧.૭૦ કરોડ રૂપિયા એમ કુલ મળીને પહેલા વીક-એન્ડમાં ૨૯.૬૨ કરોડ રૂપિયાનું બૉક્સ-ઑફિસ પર નૅટ કલેક્શન કર્યું છે.
‘કેસરી : ચૅપ્ટર 2’નું પોસ્ટર
અક્ષયકુમારની લેટેસ્ટ ફિલ્મ ‘કેસરી : ચૅપ્ટર 2’ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મે રિલીઝના પહેલા દિવસે ૭.૮૪ કરોડ રૂપિયા, બીજા દિવસે ૧૦.૦૮ કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે ૧૧.૭૦ કરોડ રૂપિયા એમ કુલ મળીને પહેલા વીક-એન્ડમાં ૨૯.૬૨ કરોડ રૂપિયાનું બૉક્સ-ઑફિસ પર નૅટ કલેક્શન કર્યું છે. ફિલ્મને પૉઝિટિવ રિવ્યુ મળી રહ્યા છે, પણ આંકડાની રીતે જોઈએ તો અક્ષયની ઘણી ફિલ્મોએ પહેલા વીક-એન્ડમાં આના કરતાં વધારે કમાણી કરી છે.
|
ફિલ્મ |
વર્ષ |
પહેલા વીક-એન્ડની કમાણી (અંદાજે) |
|
મિશન મંગલ |
૨૦૧૯ |
૯૭.૫૬ કરોડ |
|
2.0 |
૨૦૧૮ |
૯૭.૨૫ કરોડ |
|
કેસરી |
૨૦૧૯ |
૭૮.૦૭ કરોડ |
|
સૂર્યવંશી |
૨૦૨૧ |
૭૭.૦૮ કરોડ |
|
સ્કાય ફોર્સ |
૨૦૨૫ |
૭૩.૨૦ કરોડ |
ADVERTISEMENT


