આ હૉરર કૉમેડીને ડિરેક્ટ કરશે પ્રિયદર્શન
‘ભૂત બંગલા`
અક્ષય કુમારે ગઈ કાલે તેની સત્તાવનમી વર્ષગાંઠ પર ધારણા મુજબ ડિરેક્ટર પ્રિયદર્શન સાથેની હૉરર કૉમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ની જાહેરાત કરી હતી. અક્ષયે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર આ ફિલ્મનું મોશન પોસ્ટર શૅર કર્યું હતું જેમાં તે એક વાટકીમાંથી બિલાડીની જેમ દૂધ પીતો દેખાય છે અને તેના ખભે એક કાળી બિલાડી ઊભી છે.
પ્રિયદર્શન અને અક્ષયકુમાર ૧૪ વર્ષ પછી ભેગા થઈ રહ્યા છે. છેલ્લે તેમણે ‘ખટ્ટા મીઠા’માં સાથે કામ કર્યું હતું. એ પહેલાં આ જોડીએ ‘હેરા ફેરી’, ‘ગરમ મસાલા’, ‘ભાગમભાગ’ અને ‘ભૂલભુલૈયા’ જેવી ફિલ્મો આપી હતી. ભૂત બંગલા’ને એક્તા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સ અને અક્ષય કુમારની કંપની સાથે મળીને પ્રોડ્યુસ કરશે. ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.


