અક્ષય કુમારની લોકપ્રિય સિરીઝ ‘ઓહ માય ગૉડ’ના ત્રીજા ભાગ ‘ઓહ માય ગૉડ 3’માં અક્ષય સાથે રાની મુખરજી જોવા મળશે એવા રિપોર્ટ છે. આ બન્ને સ્ટાર્સ સ્ક્રીન પર પહેલી વખત સાથે જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે હાલ ફિલ્મ પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે
અક્ષય અને રાની પહેલી વાર સાથે આવી રહ્યાં છે, ઓહ માય ગૉડ 3માં
અક્ષય કુમારની લોકપ્રિય સિરીઝ ‘ઓહ માય ગૉડ’ના ત્રીજા ભાગ ‘ઓહ માય ગૉડ 3’માં અક્ષય સાથે રાની મુખરજી જોવા મળશે એવા રિપોર્ટ છે. આ બન્ને સ્ટાર્સ સ્ક્રીન પર પહેલી વખત સાથે જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે હાલ ફિલ્મ પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે અને વર્ષના મધ્ય ભાગમાં શૂટિંગ શરૂ થવાનું છે. ફિલ્મમાં રાની મુખરજીનો બહુ દમદાર રોલ છે અને ફિલ્મની વાર્તા અગાઉની બે ફિલ્મો કરતાં વધુ મોટા સ્કેલનો અને સમાજની ખોટી માન્યતા પર કઠોર પ્રહાર કરતો કોર્ટરૂમ-ડ્રામા હશે. જોકે આ ફિલ્મની રિલીઝની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી.


