‘કલ્કિ 2898 AD’ બૉક્સ-ઑફિસ પર જે રીતે પર્ફોર્મ કરી રહી છે એને જોઈને અજય દેવગનની ફિલ્મને રિલીઝના ત્રણ દિવસ પહેલાં કરવામાં આવી પોસ્ટપોન
ફિલ્મનો સીન
અજય દેવગનની ‘ઔરોં મેં કહાં દમ થા’ને પોસ્ટપોન કરવામાં આવી છે. આ ફિલ્મમાં તેની સાથે તબુ પણ છે જેને નીરજ પાંડે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થવાની હતી. જોકે ‘કલ્કિ 2898 AD’ બૉક્સ-ઑફિસ પર જે રીતે પર્ફોર્મ કરી રહી છે એને જોઈને ‘ઔરોં મેં કહાં દમ થા’ને ત્રણ દિવસ પહેલાં જ પોસ્ટપોન કરવામાં આવી છે. એક્ઝિબિટર્સ અને ડિસ્ટ્રિબ્યુટર્સની વિનંતીને કારણે આ ફિલ્મને પોસ્ટપોન કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે અત્યાર સુધી બૉક્સ-ઑફિસ પર ઘણી ફિલ્મોની ટક્કર થઈ છે. એમાં અજય દેવગન અને કરણ જોહરની ફિલ્મોની ટક્કર તો જગજાહેર છે. આથી અજય દેવગનને જ્યારે પોતાની ફિલ્મ પર ભરોસો હોય ત્યારે એ નક્કી કરેલી તારીખે ફિલ્મને રિલીઝ કરે જ છે. જોકે હમણાં તેણે ફિલ્મને પોસ્ટપોન કરી હોવાથી તેની ફિલ્મ કેવી હશે એ એક સવાલ છે.
તબુ સાથે સમસ્યા ઊભી થાય ત્યારે પ્રોડ્યુસરો કોને ફોન કરે છે?
ADVERTISEMENT
તબુ સાથે પ્રોડ્યુસરોને જ્યારે સમસ્યા ઊભી થાય છે ત્યારે તેઓ ઇશ્યુ સૉલ્વ કરવા માટે તેના ફ્રેન્ડને ફોન કરે છે. આ ફ્રેન્ડ એટલે કે અજય દેવગન. અજય દેવગન અને તબુની હાલમાં ‘ઔરોં મેં કહાં દમ થા’ને પોસ્ટપોન કરવામાં આવી છે જેમાં તેમણે સાથે કામ કર્યું છે. આ વિશે તબુ કહે છે, ‘એવું ઘણી વાર થયું છે કે કામ દરમ્યાન પ્રોડ્યુસરો અથવા તો ફિલ્મમેકર્સને મારી સાથે કોઈ ઇશ્યુ થયા હોય તો તેઓ એ માટે અજયને ફોન કરે છે. જોકે અજય ક્યારેય પણ મારી વચ્ચે નથી આવ્યો અને તે મને કોઈ પણ રીતે ખોટી રીતે સમજાવવાની કોશિશ પણ નથી કરતો.’

