ઐશ્વર્યા સાથેનો ફોટો તેની એક ફૅને સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં ન્યુ યૉર્કમાં દીકરી આરાધ્યા બચ્ચન સાથે વેકેશન એન્જૉય કરી રહી છે. એથી અભિષેક બચ્ચન સાથેના મતભેદ અને ડિવૉર્સની ચર્ચાને વેગ મળે છે. ઐશ્વર્યા સાથેનો ફોટો તેની એક ફૅને સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો. એ ફોટોમાં તેની દીકરી નથી દેખાતી. ઐશ્વર્યાનું એકલું આવી રીતે ફરવા જવું અભિષેક સાથેના સંબંધોમાં આવેલી કડવાશને ખરી સાબિત કરે છે. ઐશ્વર્યા અને અભિષેકનાં લગ્નને ૧૭ વર્ષ થયાં છે. તેમની વચ્ચેનું અંતર અનંત અંબાણીનાં લગ્ન વખતે જ દેખાઈ ગયું હતું, જ્યારે અમિતાભ બચ્ચનના ફૅમિલી ફોટોમાં ઐશ્વર્યા અને આરાધ્યા નહોતી. મા-દીકરી બન્ને લગ્નમાં અલગથી આવ્યાં હતાં અને અલગથી ફોટો પણ ક્લિક કરાવ્યો હતો.

