અહાન ‘બૉર્ડર 2’ પછી એક બિગ બજેટ હૉરર ફિલ્મમાં જોવા મળશે
અહાન શેટ્ટી
સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી હાલમાં તેની ફિલ્મ ‘બૉર્ડર 2’ને કારણે ચર્ચામાં છે અને માનવામાં આવે છે કે આ ફિલ્મ અહાનની કરીઅરમાં બહુ મહત્ત્વની સાબિત થશે. જોકે લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે અહાન ‘બૉર્ડર 2’ પછી એક બિગ બજેટ હૉરર ફિલ્મમાં જોવા મળશે. અહાને ‘ઘૂલ’ અને ‘બેતાલ’ના ક્રીએટર પૅટ્રિક ગ્રેહામ સાથે એક બિગ બજેટ હૉરર ફિલ્મ માટે હાથ મિલાવ્યા છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ પૅટ્રિક જ લખી રહ્યો છે. આ હૉરર ફિલ્મ એક વાસ્તવિક રાષ્ટ્રીય દુર્ઘટના પર આધારિત હશે. આ ફિલ્મ ૨૦૨૬ની શરૂઆતમાં શૂટિંગ શરૂ કરશે અને એમાં હૉરરની સાથે રોમૅન્સ અને રોમાંચક વાર્તાનું મિશ્રણ હશે. આ ફિલ્મનું શીર્ષક અને દિગ્દર્શક હજી જાહેર થવાનાં બાકી છે અને લીડ ઍક્ટ્રેસનું કાસ્ટિંગ પણ ચાલુ છે.


