બૉર્ડરનો પપ્પા સુનીલ શેટ્ટીનો અને બૉર્ડર 2નો પોતાનો ફોટો શૅર કરીને આવું લખ્યું અહાને
આ તસવીરમાં અહાને સેનાની વરદી પહેરી છે અને તેનો માથે ટોપી પહેરેલો મૂછવાળો લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
અહાન શેટ્ટી તેની આગામી ફિલ્મ ‘બૉર્ડર 2’ને લઈને ખૂબ ઉત્સાહિત છે. સની દેઓલને લીડ રોડમાં ચમકાવતી ૧૯૯૭ની સુપરહિટ ‘બૉર્ડર’ની સીક્વલમાં અહાને પિતા સુનીલ શેટ્ટીનું સ્થાન લીધું છે. હવે અહાને ફિલ્મનો પોતાનો ફર્સ્ટ લુક શૅર કર્યો છે. અહાને પોતાની પોસ્ટમાં ‘બૉર્ડર 2’માંથી પોતાનો અને ‘બૉર્ડર’માંથી પિતા સુનીલ શેટ્ટીના લુકનું એક કૉમ્બિનેશન શૅર કર્યું છે. આ તસવીરમાં અહાને સેનાની વરદી પહેરી છે અને તેનો માથે ટોપી પહેરેલો મૂછવાળો લુક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ફોટો સાથે અહાને કૅપ્શનમાં લખ્યું છે, ‘બૉર્ડર 2’. આ તસવીરોમાં સુનીલ અને અહાનનો લુક એકસરખો દેખાય છે. આ સાથે અહાને કૅપ્શનમાં લખ્યું છે : દરેક દીકરો પોતાના પિતા જેવો બનવા ઇચ્છે છે.

