હું તો માત્ર શ્રી ગૌરી સાવંતનું પાત્ર ભજવી રહી છું તો વિચારો એ લોકો સાથે શું થતું હશે જેઓ આવું જીવન પસાર કરે છે. હું ચાહું છું કે દરેક જણ એ જુએ કે ખરેખર શ્રી ગૌરી સાવંત કેવા છે.’
તાલી
સુસ્મિતા સેનની આગામી વેબ-સિરીઝ ‘તાલી’નું પોસ્ટર રિલીઝ થયા બાદ લોકોએ તેના લુકને લઈને તેને ટ્રોલ કરી હતી અને એથી તે ખૂબ દુખી થઈ છે. આ સિરીઝ જિયો સિનેમા પર ૧૫ ઑગસ્ટે રિલીઝ થવાની છે. ટ્રાન્સજેન્ડર શ્રી ગૌરી સાવંતના જીવન પર આ સિરીઝ આધારિત છે. તેઓ ટ્રાન્સજેન્ડરના કલ્યાણ માટે એક સંસ્થા પણ ચલાવે છે. તેમના જીવનને, તેમના સંઘર્ષને સુસ્મિતા સાકાર કરતી જોવા મળશે. એનું પોસ્ટર શૅર કર્યા બાદ કમેન્ટ્સ કેવી આવતી હતી એ વિશે સુસ્મિતાએ કહ્યું કે ‘‘તાલી’નું પહેલું પોસ્ટર મેં જ્યારે રિલીઝ કર્યું, એમાં મારો અડધો ચહેરો અને ક્લૅપ દેખાતાં હતાં. એ વખતે કમેન્ટ સેક્શનમાં નામ વગરના અનેક લોકોએ સોશ્યલ મીડિયામાં મારા માટે સતત ‘છક્કા’ લખ્યું હતું. તેઓ મારી સાથે આવું કઈ રીતે કરી શકે છે? એ વાત મને ખૂબ દિલ પર લાગી આવી. મેં તે બધાને બ્લૉક કર્યા હતા. જોકે ક્યાંક ને ક્યાંક તો મને એ વાત ખટકી રહી હતી કે હું તો માત્ર શ્રી ગૌરી સાવંતનું પાત્ર ભજવી રહી છું તો વિચારો એ લોકો સાથે શું થતું હશે જેઓ આવું જીવન પસાર કરે છે. હું ચાહું છું કે દરેક જણ એ જુએ કે ખરેખર શ્રી ગૌરી સાવંત કેવા છે.’


