આગામી ફિલ્મ મેટ્રો...ઇન દિનોંમાં ગાયક તરીકે ડેબ્યુ કર્યું છે
આદિત્ય રૉય કપૂર
આદિત્ય રૉય કપૂરની આગામી ફિલ્મ ‘મેટ્રો...ઇન દિનોં’ ૨૦૦૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લાઇફ ઇન અ...મેટ્રો’ની સીક્વલ છે. બુધવારે ફિલ્મના નિર્માતાઓએ એક ઇવેન્ટમાં ફિલ્મનું પ્રથમ ગીત ‘ઝમાના લાગે’ લૉન્ચ કર્યું. આ ઇવેન્ટમાં સંગીતકાર પ્રીતમે માહિતી આપી કે આદિત્યએ આ ફિલ્મમાં સિંગર તરીકે ડેબ્યુ કર્યું છે. પ્રીતમે કહ્યું કે ‘આપણે પશ્ચિમમાં જોયું છે કે મ્યુઝિકલ્સમાં સ્ટાર્સ પોતાનાં ગીતો ગાય છે અને અહીં પણ આદિત્યએ પોતાના અવાજમાં ગીત ગાયું છે અને એ અદ્ભુત લાગે છે.’ મળતી માહિતી પ્રમાણે ‘મેટ્રો...ઇન દિનોં’માં લગભગ ૧૦-૧૨ ગીતો હશે અને આદિત્ય આ ફિલ્મમાં ગીતો ગાઈને ખુશ છે.


