અદા શર્માએ જણાવ્યું કે ‘ધ કેરલ સ્ટોરી’માં બળાત્કારના સીન હોવાથી તે પોતાની દાદીને એ ફિલ્મ દેખાડતાં ગભરાતી હતી. આ ફિલ્મ પાંચમી મેએ રિલીઝ થઈ છે
ફાઇલ તસવીર
અદા શર્માએ જણાવ્યું કે ‘ધ કેરલ સ્ટોરી’માં બળાત્કારના સીન હોવાથી તે પોતાની દાદીને એ ફિલ્મ દેખાડતાં ગભરાતી હતી. આ ફિલ્મ પાંચમી મેએ રિલીઝ થઈ છે. ફિલ્મને વિપુલ શાહે પ્રોડ્યુસ અને સુદીપ્તો સેને ડિરેક્ટ કરી છે. ફિલ્મ ટૂંક સમયમાં ૨૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ જાય એવી શક્યતા છે. ફિલ્મમાં કેરલાની કડવી વાસ્તવિકતા પર પ્રકાશ પાડવામાં આવ્યો છે, જ્યાં હજારો યુવતીઓને ફોસલાવીને તેમનું ધર્માંતરણ કરાવવામાં આવે છે અને ત્યાર બાદ તેમને આતંકવાદી પ્રવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે. ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે મહિલાઓ પર અમાનુષી અત્યાચાર કરવામાં આવે છે એથી આ ફિલ્મ દાદીને દેખાડતાં અગાઉ અદા નર્વસ હતી. એ વિશે અદાએ કહ્યું કે ‘મારી મમ્મી અને દાદીને એની સ્ટોરી ખબર હતી. જોકે મને મારી દાદીના રીઍક્શનને લઈને ચિંતા હતી, ખાસ કરીને એ બળાત્કારના દૃશ્યને લઈને. મને એ જ ચિંતા હતી કે એ ડિસ્ટર્બિંગ મોમેન્ટ્સને જોઈને દાદી શું કહેશે. મારી ૯૦ વર્ષની દાદી અતિશય સ્ટ્રૉન્ગ છે. આ ફિલ્મ જોયા બાદ તેણે એ ફિલ્મને એજ્યુકેશનલ અને માહિતીથી ભરપૂર અનુભવ કહ્યો હતો. તેમણે કહ્યું કે મારા બધા સ્ટુડન્ટ્સ આ ફિલ્મ જુએ. તો મેં તેમને જણાવ્યું કે આ ઍડલ્ટ ફિલ્મ છે. તો તેમણે સલાહ આપી કે આ ફિલ્મ U/A હોવી જોઈએ, જેથી તમામ યુવાન છોકરીઓ જોઈ શકે. તેઓ સાવધ રહી શકે અને તેમને સતર્ક રહેવામાં મદદ પણ મળે.’
178.32
ADVERTISEMENT
પંદર દિવસમાં ‘ધ કેરલ સ્ટોરી’એ આટલા કરોડનો કર્યો બિઝનેસ.