દસ દિવસમાં ‘ધ કેરલ સ્ટોરી’એ 136,74 કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ
અદા શર્મા
અદા શર્માએ ઍક્સિડન્ટ બાદ બધા સુરક્ષિત હોવાનું જણાવ્યું છે. તાજેતરમાં સમાચાર વહેતા થયા હતા કે ‘ધ કેરલ સ્ટોરી’ની ટીમનો જોરદાર ઍક્સિડન્ટ થયો છે. આ ફિલ્મને લઈને અદાને મારી નાખવાની ધમકી મળી રહી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મનું પ્રમોશન હાલમાં ચાલી રહ્યું છે એ દરમ્યાન તેમને અકસ્માત નડ્યો હતો, એથી સૌ હેમખેમ છે એવું જણાવતાં ટ્વિટર પર અદાએ ટ્વીટ કર્યું કે ‘હું સ્વસ્થ છું. અમારો ઍક્સિડન્ટ થયો છે એવા સમાચાર ફેલાતા ઘણા બધા મેસેજ આવી રહ્યા હતા. આખી ટીમના બધા લોકો સલામત છે. કોઈ ગંભીર નથી. કોઈ મોટો અકસ્માત નથી. તમે સૌએ ચિંતા કરી એ બદલ આભાર.’