ફોટોમાં ઍક્ટ્રેસે તેના દિવંગત પતિનું બ્લેઝર પહેર્યું છે. વર્ષો પહેલાં શાંતિ પ્રિયાની ગણતરી ટોચની હિરોઇન તરીકે થતી હતી. તેણે હિન્દી, તામિલ અને તેલુગુ સિનેમાની અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
શાંતિ પ્રિયા
વર્ષો પહેલાં શાંતિ પ્રિયાની ગણતરી ટોચની હિરોઇન તરીકે થતી હતી. તેણે હિન્દી, તામિલ અને તેલુગુ સિનેમાની અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. કરીઅરના એક તબક્કે તેણે ઍક્ટર સિદ્ધાર્થ સાથે લગ્ન કરીને કરીઅરમાં બ્રેક લઈ લીધો હતો. જોકે પતિ સિદ્ધાર્થનું અકાળ અવસાન થતાં તે છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કમબૅક કરવાના પ્રયાસ કરી રહી છે. આવા જ એક પ્રયાસના ભાગરૂપે તેણે તાજેતરમાં બાલ્ડ લુકમાં એટલે કે માથું આખું મુંડાવીને ફોટોશૂટ કરાવ્યું છે અને તેની આ તસવીરો વાઇરલ થઈ રહી છે.
આ તસવીરમાં શાંતિ પ્રિયાએ ઓવરસાઇઝ્ડ બ્રાઉન બ્લેઝર પહેર્યું છે. આ બ્લેઝર માત્ર ફૅશન-ચૉઇસ નથી પણ એની ઇમોશનલ વૅલ્યુ પણ છે. આ તસવીરની કૅપ્શનમાં શાંતિ પ્રિયાએ લખ્યું છે, આ બ્લેઝર મારા દિવંગત પતિનું છે.

