મધુર ભંડારકરની આ ફિલ્મમાં તેની સાથે કંગના રનોટ, મુગ્ધા ગોડસે, અર્જન બાજવા, સમીર સોની, અરબાઝ ખાન, રોહિત રૉય, કોંકણા સેન શર્મા અને રણવીર શૌરી સહિત અનેક ઍક્ટર્સ હતા
પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા જોનસની ‘ફૅશન’ને રિલીઝ થયાને ગઈ કાલે પંદર વર્ષ થયાં છે. તેનું માનવું છે કે આ ફિલ્મ તેની કરીઅર માટે અગત્યની સાબિત થઈ છે. મધુર ભંડારકરની આ ફિલ્મમાં તેની સાથે કંગના રનોટ, મુગ્ધા ગોડસે, અર્જન બાજવા, સમીર સોની, અરબાઝ ખાન, રોહિત રૉય, કોંકણા સેન શર્મા અને રણવીર શૌરી સહિત અનેક ઍક્ટર્સ હતા. આ ફિલ્મ વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘પહેલી વખત મને એહસાસ થયો કે હું જે કામ કરી રહી હતી એમાં મારી કોઈ એજન્સી કામ કરી રહી છે. ત્યાર બાદથી કામ કરવાની મારી રીતભાતમાં પરિવર્તન આવી ગયું હતું. દરેકે મને કહ્યું કે જો આ ફિલ્મ ફ્લૉપ ગઈ તો મને કોઈ ફિલ્મમાં કામ નહીં મળે. આમ છતાં મેં આ ફિલ્મમાં કામ કર્યું.’
વાઇટ સાડીમાં કેર વર્તાવ્યો
ADVERTISEMENT
પ્રિયંકા ચોપડા જોનસે જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની હાજરીથી ચાર ચાંદ લગાવી દીધા હતા. વાઇટ સાડી પર ફ્લોરલ પ્રિન્ટ કરેલી સાડીમાં તેનો લુક શાનદાર હતો. તેણે મિનિમલ મેકઅપ કર્યો હતો અને વાળ ખુલ્લા રાખ્યા હતા. તેણે નેકલેસ અને હાથમાં રિન્ગ પહેર્યાં હતાં. પાપારાઝીને જોઈને તેણે પોઝ પણ આપ્યા હતા. પ્રિયંકા જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલની ચૅરપર્સન છે. આ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન તેણે કર્યું હતું.


