Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 1000 કરોડના ક્રિપ્ટો-પોન્ઝી કાંડમાં ગોવિંદાની પૂછપરછ કરશે EOW, મળશે આ તક

1000 કરોડના ક્રિપ્ટો-પોન્ઝી કાંડમાં ગોવિંદાની પૂછપરછ કરશે EOW, મળશે આ તક

14 September, 2023 04:17 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક્ટર ગોવિંદાની એક હજાર કરોડ રૂપિયાની ક્રિપ્ટો-પોન્ઝી કાંડમાં પૂછપરછ કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં જ EOWની એક ટીમ મુંબઈ રવાના થશે. આ સ્કેમના મુખ્ય આરોપી EOWની અટકમાં છે. ગોવિંદાનું આ મામલે કોઈપણ રિએક્શન આવ્યું નથી.

ગોવિંદા (ફાઈલ તસવીર)

ગોવિંદા (ફાઈલ તસવીર)


એક્ટર ગોવિંદાની એક હજાર કરોડ રૂપિયાની ક્રિપ્ટો-પોન્ઝી કાંડમાં પૂછપરછ કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં જ EOWની એક ટીમ મુંબઈ રવાના થશે. આ સ્કેમના મુખ્ય આરોપી EOWની અટકમાં છે. ગોવિંદાનું આ મામલે કોઈપણ રિએક્શન આવ્યું નથી.

એક હજાર કરોડ રૂપિયાના ઑનલાઈન પોંન્ઝી કાંડની તપાસ કરતી ઓડિશા આર્થિક ક્રાઈમ બ્રાન્ચ (EOW) હવે ટૂંક સમયમાં જ ગોવિંદાની પૂછપરછ કરશે. અધિકારીઓએ કહ્યું કે સોલર ટેક્નો એલાયન્સ (એસટીએ-ટોકન)એ અનેક દેશોમાં ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટની આડમાં ગેરકાયદેસર ઑનલાઈન પોંજી યોજના શરૂ કરી. આ કંપનીનું ગોવિંદાએ કહેવાતી રીતે પ્રમોશન અને સમર્થન કર્યું હતું.


આ કૌભાંડમાં બે લાખથી વધારે લોકો સપડાયા હતા. કંપનીએ કોઈપણ પ્રાધિકરણ વિના ભારતીય રિઝર્વ બેન્ક (RBI) પાસેથી ડિપૉઝિટ લીધી હતી. અધિકારીઓએ જણાવ્યું કે આખા ભારતમાં 2 લાખથી વધારો લોકો પાસેથી 1,000 કરોડ રૂપિયાની ઠગી કરી હતી. આ મામલે બૉલિવૂડ એક્ટર ગોવિંદાની પૂછપરછ કરવામાં આવશે.


ગોવિંદાની પૂછપરછ માટે મુંબઈ જશે ટીમ
EOWના ઈન્સ્પેક્ટર જનરલ જેએન પંકજે TOIને જણાવ્યું, "અમે ટૂંક સમયમાં જ ફિલ્મ સ્ટાર Govindaની પૂછપરછ કરવા માટે મુંબઈમાં એક ટીમ મોકલશે. તેમણે જુલાઈમાં ગોવામાં એસટીએના ભવ્ય સમારોહમાં ભાગ લીધો હતો અને કેટલાક વીડિયોમાં કંપનીનું પ્રમોશન પણ કર્યું હતું."

આ સ્થિતિમાં સાક્ષી બનશે ગોવિંદા
તેમણે આગળ કહ્યું, "હાલ એક્ટર ન તો શંકાસ્પદ છે કે ન તો આરોપી. તપાસ પછી જ આ મામલે તેમની યોગ્ય ભૂમિકાની ખબર પડી શકશે. જો અમને ખબર પડી કે તેમની ભૂમિકા તેમના વ્યાવસાયિક સોદા પ્રમાણે માત્ર STAToken બ્રાન્ડને પ્રમોટ કરવા સુધી જ સીમિત હતી, તો અમે તેમને અમારા કેસમાં સાક્ષી બનાવી દેશું."


1000નો પોન્ઝી કૌભાંડની જાળ
જણાવવાનું કે આ કંપનીનું પોન્ઝી કૌભાંડ ભદ્રક, ક્યોંઝર, બાલાસોર, મયૂરભંજ અને ભુવનેશ્વરમાં ચલાવાવામાં આવી રહ્યું હતું. ત્યાં 10 હજાર લોકો આનો ભોગ બન્યા હતા. આ સિવાય કંપનીએ બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઝારખંડ, આસામ અને મધ્ય પ્રદેશમાં ઈન્વેસ્ટરો પાસેથી લાખો રૂપિયા જમા કર્યા. પણ જ્યારે આ વિશે માહિતી મેળવવા માટે ઈટાઈમ્સે ગોવિંદાનો સંપર્ક કર્યો, તો કોઈ જવાબ મળ્યો નહીં. ઓડિશા આર્થિક ક્રાઈમ બ્રાન્ચે 7 ઑગસ્ટ 2023માં કંપનીના માલિક અને ઘટનાના મુખ્ય આરોપી ગુરતેજ સિદ્ધૂના સહયોગી નિરોદ દાસ સાથે ધરપકડ કરી લેવામાં આવી હતી. ભુવનેશ્વર સ્થિત ઈન્વેસ્ટમેન્ટ સલાહકાર રત્નાકર પલાઈની સિદ્ધૂ સાથે કનેક્શનના આરોપમાં 16 ઑગસ્ટના ધરપકડ કરવામાં આવી.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, EOW ઈન્સ્પેક્ટર જનરલ જેએન પંકજે કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં એક ટીમ મુંબઈ મોકલશે જે આ કેસમાં ગોવિંદાની પૂછપરછ કરશે. તેણે કહ્યું કે ગોવિંદાએ જુલાઈમાં ગોવામાં આયોજિત STAના ભવ્ય સમારોહમાં ભાગ લીધો હતો અને કેટલાક વીડિયોમાં કંપનીનો પ્રચાર કર્યો હતો.

14 September, 2023 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK