દર્શન જરીવાલા પર થોડા સમય પહેલાં કલકત્તાની એક મહિલાએ છેતરપિંડીનો આરોપ કર્યો હતો.
દર્શન જરીવાલા
દર્શન જરીવાલા પર થોડા સમય પહેલાં કલકત્તાની એક મહિલાએ છેતરપિંડીનો આરોપ કર્યો હતો. સાથે જ તેણે જણાવ્યું કે બન્નેએ મંદિરમાં ગાંધર્વ વિવાહ પણ કર્યા છે. જોકે દર્શને એનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો. એથી દર્શન જરીવાલા વિરુદ્ધ પોલીસ-ફરિયાદ પણ થઈ હતી. દર્શન જરીવાલા હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં ફેમસ છે. તેમના પર લાગેલા આવા આરોપ બાદ તેમણે સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટના પદ પરથી રિઝાઇન કર્યું છે. એ વિશે ઍક્ટર અને સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશનના જનરલ સેક્રેટરી અમિત બહલે કહ્યું કે ‘સિને ઍન્ડ ટીવી આર્ટિસ્ટ્સ અસોસિએશનની છબિ પર માઠી અસર પડતી હોવાથી તેમણે તમામ ત્રણ પદ પરથી રાજીનામું આપી દીધું છે. એ મહિલા અમારી મેમ્બર નથી, પરંતુ અમારા કેટલાક કલીગ્સ સોશ્યલ મીડિયામાં તેના ફ્રેન્ડ્સ છે અને એને કારણે અમે ડિસ્ટર્બ થઈ રહ્યા છીએ.’


