ગયા મહિને જ તેની બીજી ટેડટોક રિલીઝ થઈ હતી
તસવીર સૌજન્ય: પીઆર
અભિનેતા ઉદ્યોગસાહસિક અખિલ કુમાર (Akhil Kumar)ને કેલિફોર્નિયા પબ્લિક યુનિવર્સિટીથી ડૉક્ટરેટની પદવી મેળવી છે. ગયા મહિને જ તેની બીજી ટેડટોક રિલીઝ થઈ હતી, જે પ્રતિષ્ઠિત IIM લખનઉ ખાતે આપવામાં આવી હતી. તેમને સામાજિક કાર્ય, વ્યવસાય અને મનોરંજન ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ આ પ્રતિષ્ઠિત સંસ્થા તરફથી સન્માન પ્રાપ્ત થયું છે.
આટલું મોટું સન્માન મેળવવાના કારણ વિશે યુવા અભિનેતાએ કહ્યું કે “હું ખરેખર જાણતો નથી કે આ કેવી રીતે બન્યું. હું જે પણ કરું છું તેમાં મારું શ્રેષ્ઠ આપું છું. મારું હૉસ્ટિંગ હોય, વ્યવસાય હોય કે અન્ય તમામ સામાજિક કારણો જેનો હું ભાગ રહ્યો છું. મેં મારું 1000% આપ્યું છે અને હંમેશા મારી ક્ષમતા વધારવાનો પડકાર સ્વીકાર્યો છે.”
ADVERTISEMENT
અખિલ ઉમેરે છે કે “હું કેલિફોર્નિયા પબ્લિક યુનિવર્સિટીનો ખૂબ જ આભારી છું કે આટલી નાની ઉંમરે મેં જે કામ કર્યું છે તેના માટે મને આટલું મોટું સન્માન મળ્યું છે. હું હંમેશા યાદ રાખીશ કે નામની આગળ ડૉ.નો ઉલ્લેખ ખ્યાતિ કે નાણાકીય લાભ માટે નથી, પરંતુ તે પરોપકારની નિશાની છે. આ એક મોટી જવાબદારી છે અને મને આશા છે કે હું અપેક્ષાઓ પર ખરો ઉતરી શકીશ.”
ડૉક્ટરેટ પુરસ્કાર મેળવનારાઓનું સન્માન નવી દિલ્હીની જાણીતી હોટેલ `ધ તાજ પેલેસ` ખાતે થયું હતું. આ સન્માન મેળવનાર અખિલ ઉંમરમાં સૌથી નાનો હતો. તેણે આ એવોર્ડ તેના માતાપિતા, તેમના સ્વર્ગસ્થ દાદા-દાદી, તેમના કાકા જસવંત ખુરાના અને એ તમામ લોકોને સમર્પિત કર્યો હતો, જેમણે તેમની યાત્રામાં સાથ આપ્યો હતો.
