એક ફંક્શનમાં રેખા અને અભિષેક સામસામે આવી જતાં પ્રેમથી ગળે મળ્યાં
વાયરલ તસવીર
હાલમાં મુંબઈમાં એક અવૉર્ડ-ફંક્શનનું આયોજન થયું હતું. આ ફંક્શનમાં રેખા, મુમતાઝ, ઊર્મિલા માતોન્ડકર, અક્ષય કુમાર, શિલ્પા શેટ્ટી, ખુશી કપૂર, ફરહાન અખ્તર, સોનમ કપૂર અને દિયા મિર્ઝા જેવી અનેક સેલિબ્રિટીઓ હાજર રહી હતી; પણ સૌથી વધારે ધ્યાન ખેંચ્યું હતું અભિષેક બચ્ચન અને રેખાની કેમિસ્ટ્રીએ.
આ ફંક્શનમાં સેલિબ્રિટીઓ કાર્યક્રમની થીમ પ્રમાણે સફેદ વસ્ત્રો પહેરીને આવી હતી. આ ફંક્શનના અનેક વિડિયો સામે આવ્યા છે એમાંના એકમાં અભિષેક જેવો એન્ટ્રી લે છે ત્યારે તેનો સામનો રેખા સાથે થઈ જાય છે. જોકે રેખાને જોઈને અભિષેક તેની અવગણના નથી કરતો, પણ બન્ને એકમેકને પ્રેમથી ગળે મળે છે અને થોડો સમય વાતચીત પણ કરે છે. અભિષેક અને રેખાનો આ વિડિયો હાલમાં સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે.


