ફિલ્મમેકર અભિનવ કશ્યપે તેના ઇન્ટરવ્યુમાં કિંગ ખાન વિશે કહ્યું કે તેણે ભારત છોડીને દુબઈ રહેવા જતા રહેવું જોઈએ
શાહરુખ ખાન
સલમાન ખાનની ‘દબંગ’ના ડિરેક્ટર અભિનવ કશ્યપે થોડા સમય પહેલાં સલમાન વિશે ચોંકાવનારાં નિવેદનો કર્યાં હતાં અને હવે તેણે શાહરુખ ખાનને ટાર્ગેટ કરીને કહ્યું છે કે શાહરુખની નીયતમાં ખોટ છે અને તેણે ભારત છોડીને તેના દુબઈના ઘરે રહેવા જતા રહેવું જોઈએ કારણ કે તેના ત્યાંના ઘરનું નામ જન્નત છે.
પોતાના ઇન્ટરવ્યુમાં અભિનવે કહ્યું હતું કે ‘શાહરુખની કમ્યુનિટી ફક્ત લેવાનું જાણે છે, આપવાનું નહીં. તેઓ ફક્ત લેતા જાય છે, લેતા જાય છે અને લેતા જાય છે. શાહરુખ તેના દુબઈવાળા ઘરને જન્નત કહે છે, જ્યારે અહીંના ઘરને મન્નત કહે છે. આનો શું અર્થ છે? તમારી બધી મન્નતો અહીં જ પૂરી થાય છે. તે વધુ દુઆ માગતો રહે છે. મેં સાંભળ્યું છે કે તે પોતાના બંગલામાં વધુ બે માળ બનાવી રહ્યો છે તેથી ડિમાન્ડ વધી રહી છે, પણ જો તમારી જન્નત ત્યાં છે તો ત્યાં જ રહો. તમે ભારતમાં શું કરો છો?!
ADVERTISEMENT
પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં અભિનવે કહ્યું હતું કે ‘શાહરુખ ફિલ્મમાં ડાયલૉગ મારે છે કે ‘બેટાને હાથ લગાવતા પહેલાં બાપ સાથે વાત કર.’ આ લોકો સાથે શું વાત કરવી? આ લોકોએ પોતાના મહેલો ડિરેક્ટર, પ્રોડ્યુસર અને સામાન્ય લોકોની પહોંચથી બહાર બનાવી દીધા છે. તેની કુલ સંપત્તિ કેટલી છે એનાથી મને શું ફરક પડે? શું તમે મને ખાવાનું આપો છો? શાહરુખ બોલવામાં ભલે સારો હોય; પણ તેની નીયત પણ ખરાબ જ છે, ફક્ત ભેગું કરવાની છે. તેણે મારી સાથે વ્યક્તિગત રીતે કંઈ ખરાબ કર્યું નથી. તે આ ઇન્ટરવ્યુ જુએ અને પોતાનામાં સુધારો કરે. નહીં તો સલમાનના જે હાલ થશે એ જ તેના પણ થશે.’


