એન્ગેજમેન્ટના ફોટો પણ આયરાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યા છે

બૉયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે સગાઈ કરી આમિરની દીકરી આયરાએ
આમિર ખાનની દીકરી આયરા ખાને તેના બૉયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે સગાઈ કરી લીધી છે. સગાઈમાં આમિર ખાન અને તેની એક્સ-વાઇફ રીના દત્તા અને કિરણ રાવ, ઇમરાન ખાન અને દાદી ઝીનત હુસેન હાજર હતાં. આયરાએ રેડ ગાઉન અને નૂપુરે બ્લૅક સૂટ પહેર્યું હતું. નૂપુર સેલિબ્રિટી ફિટનેસ-ટ્રેઇનર છે. થોડા મહિના પહેલાં ઇટલીની એક સાઇક્લિંગ ઇવેન્ટમાં નૂપુરે લગ્ન માટે આયરાને પ્રપોઝ કર્યું હતું. એનો વિડિયો આયરાએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એન્ગેજમેન્ટના ફોટો પણ આયરાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યા છે.

